મનોરંજનસ્પોર્ટસ

પ્રેમ આંધળો છે લગ્ન આંખો ખોલી નાખે’ હાર્દિક અને નતાશાના છૂટાછેડા બાદ આ ડિરેકટરે શું કહ્યું ?

મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક હવે અલગ થઈ ગયા છે. તાજેતરમાં જ કપલે તેમના છૂટાછેડાની જાહેરાત કરીને બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. બંનેના લગ્ન તૂટવાના સમાચારના લીધે ફેન્સને તોડીને રાખીને દીધા છે. હાર્દિક અને નતાશાના અલગ થવાના સમાચાર વચ્ચે હાલમાં જ બોલિવૂડ ફિલ્મના એક મોટા ડિરેક્ટરે લગ્ન અને છૂટાછેડા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેણે આ અંગે ટ્વિટર પર ટ્વિટ કર્યા છે. જે હાલ લોકોનું ધ્યાન ખેંચી રહી રહ્યું છે.

આપણે જે ડિરેક્ટરની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે રામ ગોપાલ વર્મા. રંગીલા જેવી ફિલ્મોના દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના છૂટાછેડાને લઈને કરેલી જાહેરાત બાદ તરત જ લગ્ન અને છૂટાછેડા વિશે ઘણી વિચિત્ર પોસ્ટ શેર કરી છે. રામ ગોપાલ વર્માએ કારેલલી પોસ્ટમાં કહ્યું હતું કે “લગ્ન નર્કમાં નક્કી થાય છે અને છૂટાછેડા જન્નતમાં.

આપણ વાંચો: Big Breaking: હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ડિવોર્સ લેશે.

” આ સિવાય તેમણે બીજી પોસ્ટમાં જણાવ્યું હતું કે હું વિચારું છું કે આજકાલના લગ્નો વાસ્તવમાં એટલા દીવસ પણ ચાલતા હશે કે જેટલા દિવસો તો આપણાં માતા પિતા લગ્નના રિવાજોમાં જ કાઢતા હતા. અન્ય એક પોસ્ટમાં કહ્યું હતું કે ‘પ્રેમ આંધળો છે અને લગ્ન આંખો ખોલી નાખે છે.”

બીજી એક પોસ્ટમાં કહ્યું કે વૃદ્ધાવસ્થામાં પોતાની સંભાળ રાખવા માટે લગ્ન કરવાને બદલે પૈસા દઈને નર્સને નોકરીએ રાખવી વધુ સારું છે. નર્સ નોકરીની જેમ કરશે, પણ પત્ની તે માણસને દોષિ હોવાનું મહેસુસ કરાવશે. રામ ગોપાલ વર્માએ પણ કહ્યું હતું કે, ‘લગ્ન ત્યારે જ સફળ થઈ શકે છે જ્યારે તમારામાં એક જ વ્યક્તિને વારંવાર પ્રેમ કરવાની અસાધારણ ક્ષમતા હોય.

‘ જો કે હજુ એક ટ્વીટમાં રામ ગોપાલ વર્માએ લખ્યું, ‘આજકાલ વધતા છૂટાછેડાના બનાવોને જોતાં, સૌથી મોટા મૂર્ખ તે ગરીબ માતા-પિતા છે જે લગ્ન માટે ઘણા પૈસા ખર્ચ કરે છે.’ જો કે રામ ગોપાલની આ ટ્વીટ ખૂબ જ શેર થઈ રહ્યા છે.

હાલમાં જ હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ 31 મે 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ જુલાઈ 2020માં તેઓને એક પુત્રના માતાપિતા પણ બન્યા હતા, જેનું નામ તેઓએ અગસ્ત્ય રાખ્યું. કોર્ટ મેરેજ બાદ ગયા વર્ષે 2023માં બંનેએ વેલેન્ટાઈન ડેના દિવસે રીત-રિવાજ મુજબ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button