હાર્યા પછી ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને કહી દીધી મોટી વાત

મુંબઈઃ ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન એલિસા હીલીએ રવિવારે કહ્યું હતું કે ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં તેની ટીમની પ્રથમ હાર કોઈ ઝટકો નથી અને તેમનું લક્ષ્ય આગામી વર્ષે બાંગ્લાદેશમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ જીતવાનું છે.
ભારતીય મહિલા ટીમે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે ઐતિહાસિક પ્રથમ જીત નોંધાવી હતી .
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 11 ટેસ્ટમાં ભારતની આ પ્રથમ જીત છે. જ્યારે એલિસાને પૂછવામાં આવ્યું કે તેણી આ હારને તેના પ્રભાવશાળી રેકોર્ડને ધ્યાનમાં રાખીને કેવી રીતે જુએ છે, તો તેણે મીડિયાને કહ્યું હતું કે કદાચ આંચકો પણ નહીં લાગે. આ એક એવું ફોર્મેટ છે જ્યાં આપણે પરિસ્થિતિઓથી વધુ પરિચિત નથી.
એલિસાએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમમાં ઘણો બદલાવ આવ્યો છે, પરંતુ તેઓ અત્યારે જે સ્થિતિમાં છે તેમાં તેઓ આરામદાયક છે.
તેણે કહ્યું હતું કે ટીમની અંદર, અમે જ્યાં છીએ અને જે રીતે અમે પ્રગતિ કરી રહ્યા છીએ અને અમે ક્યાં જવા માંગીએ છીએ તેનાથી અમે વાસ્તવમાં સહજ છીએ. આવતા વર્ષના અંતમાં બાંગ્લાદેશમાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે અને આ અમારા માટે એક વાસ્તવિક તક છે. આ મોટી ટ્રોફી છે અમે જીતવા માંગીએ છીએ.