T20 બાદ હવે વનડે- ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે Rohit Sharma? ખુદ કરી સ્પષ્ટતા…
ઈન્ડિયન ટીમએ કેપ્ટન રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ગયા મહિને જ ટી20 વર્લ્ડકપ-2024નો ખિતાબ પોતાના નામે કર્યો અને ત્યાર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે આ બધા વચ્ચે 37 વર્ષીય રોહિત શર્મા વન ડે અને ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ લેશે કે કેમ એવી અટકળો લગાવવામાં આવી રહી છે. ખુદ રોહિત શર્માએ આ વિશે ખુલાસો કર્યો છે, આવો જોઈએ શું કર્યું રોહિત શર્માએ-
આ પણ વાંચો: રોહિત શર્મા ટી-20 વર્લ્ડ કપ જીતનારો ઑલ્ડેસ્ટ કૅપ્ટન
રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયો છે અને આવી પરિસ્થિતિમાં તે હજી કેટલો સમય સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી શકે છે એ સૌથી મોટો સવાલ છે. રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડકપ જિત્યા બાદથી જ બ્રેક પર છે અને શ્રીલંકા સામેની ત્રણ વનડે મેચ પણ નહીં રમે. દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે ટી20 ઈન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ બાદ હવે રોહિત વનડે અને ટેસ્ટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી શકે છે.
હવે આ અહેવાલો પર ખુદ રોહિત શર્માએ સ્પષ્ટતા કરી છે. રોહિતે જણાવ્યું છે કે તે હાલ તો વનડે- ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવાના મૂડમાં નથી. ફેન્સ તેને પીચ પર રમતા જોઈ શકશે. ગઈકાલે ડલાસ ખાતે યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન રોહિત શર્માને રિટાયરમેન્ટ સંબંધિત સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રોહિતે જણાવ્યું હતું કે તે એવી વ્યક્તિ નથી કે જે ખૂબ દૂર સુધીનું વિચારે છે, પરંતુ હજી મારી અંદર ઘણું બધુ બાકી છે…
આ પણ વાંચો: Rohit Sharma: રોહિત શર્માએ આ બાબતે બાબર આઝમને પાછળ છોડ્યો
ટૂંકમાં કહેવાનું થાય તો રોહિત શર્મા વનડે-ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લેવાના મૂડમાં નથી, એ જોતા જ એવું કહી શકાય તેના ફેન્સને ચોક્કસ જ મહદ્ અંશે રાહત અનુભવાઈ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રોહિત કોહલી, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી.