Rohit Sharma: રોહિત શર્માએ આ બાબતે બાબર આઝમને પાછળ છોડ્યો
T20 વર્લ્ડ કપ 2024(T20 World cup)માં ટીમ ઈન્ડિયા આજેય રહી છે, ગઈ કાલે ઓસ્ટ્રેલિયન ટીમને 24 રને હરાવી(IND vs AUS)ને ભારતીય ટીમે સેમીફાઈનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. આ સાથે ભારતીય ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપના સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારતીય ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma)એ વિસ્ફોટક ઇનિંગ મેચ વિનર સાબિત થઇ. રોહિતે માત્ર 41 બોલમાં 92 રન બનાવ્યા હતા. આ સાથે જ રોહિતે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે.
ઓસ્ટ્રેલિયા સામે તેના શાનદાર પ્રદર્શન માટે રોહિતને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવમાં આવ્યો. 92 રનની ઇનિંગ રમીને રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે બાબર આઝમને પાછળ છોડી દીધો છે. ગઈ કાલની મેચમાં બનાવેલા રન ઉમેરતા રોહિતે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 4165 રન બનાવ્યા છે, જ્યારે બાબરે 4145 રન બનાવ્યા છે. હવે રોહિતે બાબરના પાછળ છોડી દીધો છે અને T20Iમાં સૌથી વધુ રન બનાવવાનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. વિરાટ કોહલી 4103 T20I રન સાથે ત્રીજા સ્થાને છે.
Also Read:T20 World Cup: ફાઈનલનો બદલો આખરે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે લીધો, 24 રને જીત્યું INDIA
રોહિત શર્મા 2007થી T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ રહ્યો છે. તેણે વર્ષ 2007માં જ ભારતીય ટીમ માટે T20Iમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી તેણે ટીમ ઈન્ડિયા માટે 157 T20I મેચોમાં 4165 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 31 અડધી સદી સામેલ છે. ક્રિકેટમાં, વિશ્વમાં ભાગ્યે જ કોઈ હશે જે રોહિત કરતા વધુ સારા પુલ શોટ રમે છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે.
T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદી: રોહિત શર્મા- 4165 રન, બાબર આઝમ- 4145 રન, વિરાટ કોહલી- 4103 રન, પોલ સ્ટર્લિંગ- 3601 રન અને માર્ટિન ગુપ્ટિલ- 3531 રન