સ્પોર્ટસ

વિરાટ કોહલીની કેપ્ટન્સી અંગે સૌરવ ગાંગુલીએ કહ્યું મેં તો…

થોડાક વર્ષ પહેલાં જ સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલી વચ્ચે ચાલી રહેલાં ડખ્ખાએ ખૂબ જ લાઈમલાઈટ ચોરી હતી અને આ વિવાદ હતો વિરાટ કોહલીની કેપ્ટનશિપને લઈને. આ વિવાદ બાદ વિરાટ કોહલીએ બધા જ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ છોડી દીધી હતી. પરંતુ હવે આટલા લાંબા સમય બાદ આખરે સૌરવ ગાંગુલીએ આ બાબતે સેવેલું મૌન તોડ્યું છે અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

વિરાટ કોહલી એ ટીમ ઈન્ડિયાના બેસ્ટ પ્લેયર્સમાંથી એક છે અને એમ.એસ.ધોની બાદ વિરાટ કોહલીએ લાંબા સમય સુધી ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી હતી પણ કોહલી આઈસીસી ટુર્નામેન્ટ જીતાડી શક્યો નહી. જોકે, કોહલીની કેપ્ટન્સી હેઠળ ટીમ ઈન્ડિયા દરેક ફોર્મેટમાં નંબર વન સાબિત થઈ હતી, બધી ટીમને હરાવી, વિદેશી પીચ પર રમીને પણ જીત હાંસિલ કરી ગતી, પણ આઈસીસી ટુર્નામેન્ટમાં એક પણ વખત ટીમ ઈન્ડિયા જીતી શકી નહોતી,.

આઈસીસી ટી-20 વર્લ્ડકપ 2021 શરૂ થવા પહેલાં જ વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે આ ટુર્નામેન્ટ બાદ તે T-20 ફોર્મેટમાંથી સંન્યાસ લેશે. વિરાટની કેપ્ટન્સી હેઠળની છેલ્લી આઈસીસી ટુર્નામેન્ટમાં પણ ટીમ ઈન્ડિયા હારી ગઈ હતી. ત્યાર બાદ વિરાટે T-20 ફોર્મેટમાંથી કેપ્ટનશિપ નિભાવવાનો ઈનકાર કરી દીધો હતો. એ વખતે બીસીસીઆઈના અધ્યક્ષ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી હતા. ગાંગુલીએ વિરાટ સાથે વાત કરી અને આ ત્યાર બાદ કોહલીએ બધા જ ફોર્મેટમાંથી કેપ્ટનશિપ પાછી ખેંચી લીધી હતી. આ ઘટનાને પગલે ગાંગલી અને વિરાટના વિવાદે હેડલાઈન્સ બનાવી હતી.

હવે સૌરવ ગાંગુલીએ દાદાગિરી અનલિમિટેડ સિઝન 10 દરમિયાન વિરાટની કેપ્ટનશિપને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સૌરવે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે મેં વિરાટને ક્યારેય કેપ્ટનશિપથી હટાવ્યો નથી. મેં એને કહ્યું હતું કે જો તું T-20માં ટીમ ઈન્ડિયાનું સુકાન નથી સંભાળવા માંગતો તું પૂરા વ્હાઈટ બોલ ક્રિકેટમાંથી જ કેપ્ટન્સી છોડી દેશે તો સારું રહેશે.

જોકે, વનડેની કેપ્ટન્સીને લઈને વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે તેણે વનડે ક્રિકેટની કેપ્ટનસી છોડવાને લઈને કોઈ ચર્ચા જ નહોતી કરી. ત્યાર બાદ વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી અને રોહિત શર્માને ત્રણે ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી બાદ ટીમ ઈન્ડિયાને આજ સુધી ત્રણે ફોર્મેટ માટે એક કેપ્ટન નથી મળ્યો. બીસીસીઆઈ દરેક સિઝનમાં નવા નવા કેપ્ટન લઈને આવે છે અને છેલ્લાં બે વર્ષમાં ટીમ ઈન્ડિયાના અનેક ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળી ચૂક્યા છે. એટલે સુધી કે ડિસેમ્બરમાં સાઉથ આફ્રિકાની ટૂર પર પણ ટીમ ઈન્ડિયાના T-20ના કેપ્ટન સૂર્યકુમાર યાદવ, વન-ડેના કેપ્ટન કે. એલ. રાહુલ અને ટેસ્ટ માટેની કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button