અભિષેક શર્મા રોહિત શર્માનું સ્થાન લેશે? BCCIના સિલેક્ટર્સ આ મુદ્દે વિચાર કરી રહ્યા છે

મુંબઈ: એશિયા કપ 2025માં ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટર અભિષેક શર્માએ શાનદાર પ્રદર્શન કરીને લોકો દિલ જીતી લીધા છે. ટુર્નામેન્ટની 4 મેચમાં અભિષેકે 43.25ની એવરેજથી 173 રન બનાવ્યા છે, પાકિસ્તાન સામેની બંને મેચમાં ટીમને જીત અપાવવા અભિષેકે મહત્વનું ભૂમિકા ભજવી હતી. T20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન બદલ BCCI અભિષેકને હવે પ્રમોશન આપી શકે છે. અહેવાલ મુજબ સિલેક્ટર્સ અભિષેકને હવે ODI ફોર્મેટમાં તક આપવાનું વિચારી રહ્યા છે.
ભારતીય ટીમ ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના મહત્વપૂર્ણ પ્રવાસે જવાની છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયન ટીમ સામે ત્રણ ODI અને પાંચ T20 મેચ રમવાની છે. અહેવાલ મુજબ T20 ઉપરાંત ODI સ્કવોડમાં પણ અભિષેકને સામેલ કરવામાં આવી શકે છે.
અભિષેક બેટિંગ ઉપરાંત જરૂર પડ્યે બોલિંગ કરી શકે છે, તે નેટમાં બોલિંગની પ્રેક્ટીસ પણ કરતો રહે છે. ઓસ્ટ્રેલીયા સામે ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થવાની છે. હાલમાં એશિયા કપમાં ભારતના બાકીના મેચોમાં અભિષેકના પ્રદર્શન પર સિલેક્ટર્સની નજર રહેશે.
આ પણ વાંચો : પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ
અભિષેકે લિસ્ટ A ક્રિકેટમમાં 61 મેચો રમી છે, જેમાં તેણે 35.33 ની એવરેજ અને 99.21 ના સ્ટ્રાઇક રેટથી 2014 રન બનાવ્યા છે. તેણે 38 વિકેટ પણ લીધી છે. આ પ્રદર્શનને કારણે તેને ODI ટીમમાં પણ સ્થાન મળી શકે છે.
અભિષેક રોહિતનું સ્થાન લેશે?
ODIમાં હાલ કેપ્ટન રોહિત શર્મા અને વાઈસ કેપ્ટન શુભમન ગિલ ઓપનીંગ કરે છે. ગિલને ઓલ-ફોર્મેટ કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે, રોહિત ટૂંક સમયમાં રીટાયર થાય તેવી શકયતા છે. અભિષેક ઓપનીંગ બેટર તરીકે રોહિત શર્માનું સ્થાન લઇ શકે છે.