સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટમાં શોકની લહેર, ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યુ સ્યુસાઇડ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ડેવિડ જોન્સને આત્મહત્યા કરી લીધી છે. ડેવિડ જ્હોન્સન લગભગ 53 વર્ષના હતા. ટીમ ઇન્ડિયાના આ પૂર્વ ખેલાડી અને કર્ણાટકના રણજી ક્રિકેટર ડેવિડ જોન્સને એક ખાનગી એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનની આત્મહત્યા પર પોસ્ટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અનિલ કુંબલેએ ડેવિડ જોન્સનના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું છે કે, મારા ક્રિકેટ સાથી ડેવિડ જોન્સનના નિધનના સમાચારથી હું દુખી છું, તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. એમ જાણવા મળ્યું છે કે ડેવિડ જ્હોન્સન ડિપ્રેશનમાં હતા.

માહિતી મળતા જ કોથાનુર પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમના મૃતદેહને ક્રેસન્ટ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. ડેવિડ જ્હોન્સનનો જન્મ 16 ઑક્ટોબર, 1971ના રોજ થયો હતો. તેમણે ઝડપી બોલર તરીકે તેમની ક્રિકેટ કારકિર્દી શરૂ કરી હતી.

તેમણે ટીમ ઇન્ડિયા માટે 1996માં ઑસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું, જ્યાં તેમણે બે ટેસ્ટ રમી હતી. જોકે, ડેવિડ જ્હોન્સનની કારકિર્દી ભારત માટે બહુ લાંબી ચાલી ન હતી. ડેવિડ જોન્સને ભારત માટે છેલ્લી મેચ 26 ડિસેમ્બર 1996ના રોજ રમી હતી. આ પછી તે ક્યારેય ટીમ ઈન્ડિયા તરફથી રમ્યા નથી, પણ તેમણે ડોમેસ્ટિક અને અન્ય લિગ ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.
ડેવિડ જોન્સને 2 ટેસ્ટ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

તેમણે ભારત માટે ટેસ્ટ મેચમાં 47.67ની એવરેજથી 3 વિકેટ લીધી હતી. ક્રિકેટની દુનિયાને અલવિદા કર્યા પછી તેમણે યુવા ક્રિકેટરોને કોચિંગ અને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું હતું.

તેમના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સો કમેન્ટ કરીને તેમનો પ્રતિસાદ આપી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો