ઇન્ટરનેશનલસ્પેશિયલ ફિચર્સ

આ છે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, આખી મુંબઈ સમાઈ જાય એનાથી વધુ છે ક્ષેત્રફળ

દુનિયામાં અનેક એવા દેશ છે કે જેના એરપોર્ટ એટલા હોય છે કે જો તમે જ્યાં જાવ છો તો ગુમ જ થઈ જાવ. આ જ કારણે અનેક એરપોર્ટને શહેરની બહાર બનાવવામાં આવ્યા છે કે જેથી તેમને વિશાળ બનાવી શકાય. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ કયું છે? ચાલો તમને આ વિશે જણાવીએ. આ એરપોર્ટની સામે કદાચ મુંબઈ શહેર પણ નાનું લાગે છે? ચોંકી ગયા ને? આ હકીકત છે.

અમે જે એરપોર્ટની વાત કરીએ રહ્યા છીએ એ એરપોર્ટનું નામ કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે સાઉદી અરેબિયાના દમ્મામમાં આવેલું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ એરપોર્ટ 776 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે જેની સામે મુંબઈનું ક્ષેત્રફળ 603.4 સ્ક્વેર કિલોમીટર છે. આનો અર્થ એ થયો કે આ એરપોર્ટ મુંબઈ શહેર કરતાં પણ મોટું છે અને તેનું નામ કિંગ ફહદ બિન અબ્દુલઅઝીઝ અલ સાઉદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે સાઉદી અરબના ભૂતપૂર્વ રાજા હતા.

આ એરપોર્ટ 1999માં શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક ન્યુઝ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ એરપોર્ટ પર આશરે 2 કરોડ લોકોની અવરજવર રહેશે અને પ્રવાસીઓના હિસાબે તે દુનિયાનું ત્રીજું સૌથી મોટું એરપોર્ટ છે. આ એરપોર્ટ દરવર્ષે 1,25,000 ટન કાર્ગો હેન્ડલ કરે છે.

આપણ વાંચો: …તો ચાર કલાક વહેલા એરપોર્ટ પહોંચજોઃ કેનેડિયન સરકારનો ભારતીયો માટે નવો ફતવો

આ એરપોર્ટમાં એક મસ્જિદ પણ આવેલી છે, જેમાં આશરે 2,000 લોકો સમાઈ શકે છે. એરપોર્ટ પર બે પેરેલલ રનનેવ છે, જેની લંબાઈ 4000 મીટર અને પહોળાઈ 60 મીટર જેટલી છે. રનવે પર બે મોટા પ્લેન એરબસ એ340-600 અને બોઈંગ 747-400 સુધી આવી શકે છે.

ઈન્સ્ટાગ્રામ @yah_itsayaz નામની આઈડી પરથી આ એરપોર્ટની એક રીલ પણ શેર કરવામાં આવી છે. આ રીલમાં એરપોર્ટના ક્ષેત્રફળની સરખામણી મુંબઈના ક્ષેત્રફળ સાથે કરવામાં આવી છે.

આ વીડિયોને 79,00,000 રૂપિયા વ્યુઝ મળી ચૂક્યા છે. નેટિઝન્સ આ વીડિયો કમેન્ટ અને અને લાઈક્સ કરી રહ્યા છે. અનેક લોકોનું એવું કહેવું છે કે સાઉદી અરેબિયાનું તેલ ખતમ થઈ જશે, એવું જ અહીંનો ખેલ ખતમ થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button