World Heritage Day: આજે જ્યાં India Gate છે, ત્યાં પહેલાં શું હતું? 99 ટકા લોકોને નથી ખબર…

World Heritage Day: આજે જ્યાં India Gate છે, ત્યાં પહેલાં શું હતું? 99 ટકા લોકોને નથી ખબર…
આજે વર્લ્ડ હેરિટેજ ડે છે અને ભારત એ તો હેરિટેજની ખાણ છે. ભારતમાં અને ઐતિહાસિક સ્મારકો અને સ્થળો આવેલા છે.
આજે અમે અહીં તમને જણાવીશું કે ભારતની રાજધાની નવી દિલ્હીના ફેમસ ટુરિસ્ટ સ્પોટમાંથી એક ઈન્ડિયા ગેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. શું તમને ખબર છે કે આજે જ્યાં ઈન્ડિયા ગેટ છે ત્યાં પહેલાં શું હતું, કઈ વસ્તુ કે ઈમારત હતી જેને હટાવીને આ ઐતિહાસિક સ્મારક ઊભું કરવામાં આવ્યું હતું? ચાલો આજે તમને જણાવીએ-
ભારતની રાજધાની નવી દિલ્હીના રાજપથ પર સ્થિત વોર મેમોરિયલ ઈન્ડિયા ગેટ દુનિયાના ટોપ હેરિટેજ સાઈટમાંથી એક છે. ઈન્ડિયા ગેટનું નિર્માણ એ સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું હતું તે વર્લ્ડ વોર (1914-1918) અને 1919ના ત્રીજા એંગ્લો-અફઘાન યુદ્ધમાં શહીદ થયા હતા. આ સૈનિકોની સંખ્યા 80,000થી વધુ હતી.
આપણ વાંચો: ગુજરાત બન્યું બેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન, 36.95 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
મળતી માહિતી મુજબ આ ઐતિહાસિક સ્મારકની આધારશિલા 10મી ફેબ્રુઆરી, 1921ના ડ્યુ ઓફ કનોટને રાખ્યું હતું. આશરે એક દાયકા સુધી ચાલેલા નિર્માણ કાર્ય બાદ 12મી ફેબ્રુઆરી, 1931ના તત્કાલિન વાઈસરોય લોર્ડ ઈરવિને એનું ઉદ્ઘાટન કર્યું હતું. શું તમને ખબર છે કે આ પહેલાં એ જમીન પર શું હતું? ચાલો જાણીએ.
તમને જાણીને નવાઈ લાગશે કે આજે જ્યાં ઐતિહાસિક સ્મારક ઈન્ડિયા ગેટ ઊભું છે ત્યાંથી પહેલાં એક રેલવે લાઈન પસાર થતી હતી. એ સમયે દિલ્હીનું મુખ્ય રેલવે સ્ટેશન જૂની દિલ્હીમાં સ્થિત હતું અને આગ્રાથી દિલ્હી આવનારી રેલવે લાઈન આ જ રૂટ પરથી પસાર થતી હતી. જોકે, બાદમાં આ રેલવે લાઈનનો રૂટ બદલવામાં આવ્યો અને તેને યમુના નદીના કિનારા નજીક ખસેડવામાં આવી હતી.
છે ને એકદમ ઈન્ફોર્મેટિવ ઈન્ફોર્મેશન? અત્યાર સુધી તમને આ વિશેની માહિતી હતી? આ માહિતી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસ શેર કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો…