સ્પેશિયલ ફિચર્સ

Mumbai Monsoon Alert: આ વખતે પણ મોન્સૂન નક્કી કરેલી તારીખે આવશે કે કેમ? IMDએ કહી આ વાત…

મુંબઈઃ આંદામાન-નિકોબારમાં દાખલ થયેલાં મોન્સૂન (Monsoon Entered In Andaman Nikobar Island)નો વેગ 48 કલાકમાં જ મંદ પડ્યો છે અને એને કારણે મુંબઈ અને ઉપનગરમાં ઉકળાટમાં વધારો થશે, એવી શક્યતા હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શહેરમાં ઉષ્ણતામાનમાં સતત વધારો થઈ રહ્યો હોઈ હવે મોન્સૂન મહારાષ્ટ્ર અને મુંબઈમાં (Monsoon Updates About Maharashtra And Mumbai)માં ક્યારે દાખલ થશે એવો સવાલ થઈ રહ્યો છે. દરમિયાન ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગ (IMD) દ્વારા આ બાબતે સ્પષ્ટ માહિતી આપી છે અને મુંબઈમાં મોન્સૂન ક્યારે દાખલ થશે એની તારીખ જાહેર કરી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે 31મી મે સુધી દક્ષિણપશ્ચિમ મોન્સૂન કેરળમાં દાખલ થશે અને ત્યાર બાદ આ જ મોન્સૂન 10મી કે 11મી જૂનના મુંબઈમાં દાખલ થશે. જોકે આઈએમડી દ્વારા એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે મોન્સૂનના આગમનની આ સંભાવ્ય તારીખ છે. કેરળમાં મોન્સૂન કઈ રીતે આગળ વધે છે અને તેનો વેગ કેટલો છે એ જોયા બાદ જ મુંબઈ અને મહારાષ્ટ્રમાં મોન્સૂન દાખલ થશે એની ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: South West Monsoon: ચોમાસું નિકોબાર ટાપુઓ પર પહોંચ્યું, હવામાન વિભાગની જાહેરાત

આઈએમડીના મુંબઈ વિભાગના અધ્યક્ષ સુનિલ કાંબળેએ આપેલી માહિતી અનુસાર 31મી મેના મોન્સૂન કેરળમાં પ્રવેશશે અને ત્યાર બાદ તે 10મી કે 11મી જૂનના મુંબઈ કે મહારાષ્ટ્રમાં દાખલ થશે. પરંતુ મુંબઈમાં મોન્સૂનના આગમનમાં 3-4 દિવસનો વિલંબ પણ થઈ શકે છે.

અત્યાર સુધીની નોંધ પ્રમાણે મોટા ભાગે મુંબઈમાં 10મી કે 11મી જૂનના મોન્સૂન દાખલ થશે, પણ ગયા વર્ષની વાત કરીએ તો બે અઠવાડિયા મોડેથી ચોમાસુ મુંબઈમાં દાખલ થયું હતું. બિપરજોય વાવાઝોડાને કારણે શહેરની દિશામાં આવનારા મૌસમી પવન પર તેની અસર જોવા મળી હતી અને આ વખતે પણ મોન્સૂન નક્કી કરેલી તારીખે મોન્સૂન મુંબઈમાં દાખલ થાય છે કે કેમ તે જોવું રહ્યું?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button