સ્પેશિયલ ફિચર્સ

ટીવીનો રંગ કાળો અને એસીનો રંગ સફેદ જ કેમ? આ છે કારણ…

ટીવી અને એસી બે એવી વસ્તુ છે કે જે આજના સમયમાં કોઈ પણ ઘરમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે. પણ ક્યારેય નોટિસ કર્યું છે કે આ બંને વસ્તુઓનો કલર એકદમ ફિક્સ્ડ હોય છે. ફ્રિજ, વોશિંગ મશીન, કુલર, મિક્સર ગ્રાઈન્ડર વગેરેમાં તમને અલગ અલગ કલરમાં મળી જશે પણ ટીવી અને એસીના કલરમાં એવું નથી હોતું.

આ બંને વસ્તુઓ પર્ટિક્યુલર કલરમાં જ મળે છે. ટીવી કાળા રંગનું અને એસી સફેદ રંગની જ હોય છે. ક્યારેય વિચાર્યું છે ખરું કે આખરે આવું કેમ? જો તમને આ પાછળનું કારણ ના ખબર હોય તો આજે અમે તમને એ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
આ પાછળના કારણની વાત કરીએ તો આની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી પણ એક સામાન્ય લોજિક ચોક્કસ છે.

સૌથી પહેલાં વાત કરીએ ટીવીની તો ટીવીનો રંગ એટલા માટે કાળો હોય છે કારણ કે એની જે બોડી હોય છે તે મજબૂત બનાવવી જરૂરી છે. સામાન્યપણે આપણે ઘણી વખત ટીવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડીએ છીએ. એવામાં જો બોડી નબળી હશે તો તે ટૂટી શકે છે.

આ ઉપરાંત એક આડ વાત કરીએ તો કારના ટાયર પણ કાળા રંગના હોય છે. પહેલાં જ્યારે ટાયર બનાવવામાં આવતા હતા તે સફેદ રંગના હતા પરંતુ એ ટકી શકતા નહોતા. પરિણામે ટાયરને મજબૂત બનાવવા માટે તેમાં બ્લેક કાર્બનનો ઉપયોગ કરવાની શરૂઆત થઈ. આ જ કારણસર ટીવીની બોડી પણ કાળી જ હોય છે.

એસીની વાત કરીએ તો બજારમાં ઘણા અલગ અલગ પ્રકારના એસી અવેલેબસ છે જેમ કે સ્પિલિટ એસી, વિન્ડો એસી, પોર્ટેબલ એસી… પરંતુ આ તમામ એસીનો રંગ સફેદ જ હોય છે. ઓફિસ કે ઘરમાં બધી જ જગ્યાએ આપણે સફેદ રંગના એસી જોયા છે. એસીની બોડી સફેદ બનાવવા પાછળનું કારણ એવું છે કે સફેદ કલર સૂર્યના પ્રકાશને ઓછું શોષે છે એટલે તેની અંદરના કોમ્પ્રેસર એકદમ સુરિક્ષત રહે છે.

હવે જ્યારે પણ તમને કોઈ પૂછે કે આખરે એસીનો કલર સફેદ અને ટીવીનો કલર બ્લેક કેમ હોય છે એવો સવાલ પૂછે તો ચોક્કસ જ આ કારણો આપીને એમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરી શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…