કેમ ગણેશજીની પૂજાથી વંચિત રહે છે દેવી તુલસી? જાણો શું છે પૌરાણિક કથા | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

કેમ ગણેશજીની પૂજાથી વંચિત રહે છે દેવી તુલસી? જાણો શું છે પૌરાણિક કથા

ભારતભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે. ભક્તો બપ્પાને પ્રસન્ન કરવા વિવિધ સજાવાટ, ભોગ અર્પણ કરે છે. પણ ભગવાન ગણેશજીને તુલસીપાન ચઢાવવામાં નથી આવતા. જ્યારે ભગવાન વિષ્ણું અને શિવજીની પૂજા વખત તુલસી ચઢાવવું શુભ ગણવામાં આવે છે. આ નિયમ પાછળ એક પૌરાણિક કથા અને આધ્યાત્મિક સંદેશ જોડાયેલો છે, જે માત્ર આસ્થા જ નહીં, પરંતુ જીવનના સાચા દૃષ્ટિકોણની શીખ પણ આપે છે.

તુલસી અને ગણેશજીની પૌરાણિક કથા

પૌરાણિક માન્યતા અનુસાર, એક સમયે તુલસીજીએ ગણેશજીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, ગણેશજી બ્રહ્મચર્યનું પાલન કરતા હતા અને તેમણે આ પ્રસ્તાવ નકારી દીધો. જેનાથી ક્રોધિત થઈને તુલસીજીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના લગ્ન થશે. જવાબમાં ગણેશજીએ તુલસીને શ્રાપ આપ્યો કે તે લગ્ન માટે અયોગ્ય રહેશે અને તેમની પૂજામાં તુલસી ક્યારેય સ્વીકારાશે નહીં. ત્યારથી ગણેશ પૂજામાં તુલસી ચઢાવવી નિષેધ ગણાય છે.

ગણેશ પૂજામાં શું અર્પણ કરવું

ગણેશ ચતુર્થીના દસ દિવસ દરમિયાન ભક્તો બપ્પાને દૂર્વા ઘાસ, શમીનાં પાંદડાં, લાલ ફૂલો, સિંદૂર અને મોદક અર્પણ કરે છે. આ વસ્તુઓ ગણેશજીને અત્યંત પ્રિય છે, અને એવું માનવામાં આવે છે કે આનાથી બપ્પા પ્રસન્ન થઈને ભક્તોને સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિનો આશીર્વાદ આપે છે. તુલસીને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.

આજે પણ ગણેશ ચતુર્થી દરમિયાન ઘરો અને પંડાલોમાં તુલસીનો ઉપયોગ ટાળવામાં આવે છે. કેટલાક લોકો ભૂલથી તુલસી ચઢાવી દે છે, પરંતુ પરંપરા અનુસાર તેને તરત જ દૂર કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અને પુરાણોમાં પણ આ નિયમનો ઉલ્લેખ છે, જેના કારણે ભક્તો શ્રદ્ધાપૂર્વક આ નિયમનું પાલન કરે છે અને ગણેશ પૂજાને પરંપરા અનુસાર સંપન્ન કરે છે.

આ પણ વાંચો…ગણેશ ચતુર્થીમાં ગણપતિ બાપ્પાની સાથે કરો પંચદેવની પૂજા: જાણો શું થશે ફાયદા?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button