સારી નોકરી ક્યારે મળશે? જ્યોતિષશાસ્ત્રમાં છૂપાયો છે આ પ્રશ્નનો જવાબ

Job Astrology Tips: બાળપણથી જ આપણે સૌ એવું સાંભળતા આવ્યા છીએ કે જીવનમાં સારી નોકરી મેળવવા માટે સખત અભ્યાસ કરવો જરૂરી છે. આ માન્યતાને કારણે જ, અભ્યાસ પૂર્ણ કર્યા પછી અથવા ક્યારેક અભ્યાસ દરમિયાન પણ દરેકના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે: “મને ક્યારે નોકરી મળશે અને મારા સારા દિવસો ક્યારે આવશે?” અને “હું કયા ક્ષેત્રમાં નોકરી શોધી શકીશ?” તમારા આ પ્રશ્નનો જવાબ જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે. નોકરી મેળવવા વિશે જ્યોતિષશાસ્ત્રમાં શું કહેવામાં આવ્યું છે, આવો જાણીએ.
જ્યોતિષ અને નોકરીની તકો
જ્યોતિષશાસ્ત્ર આ પ્રશ્નનો ખૂબ જ અસરકારક જવાબ આપી શકે છે. તે વ્યક્તિના જીવનની ઝીણવટપૂર્વક તપાસ કરે છે અને ગ્રહોની સ્થિતિનું મૂલ્યાંકન કરીને કહી શકે છે કે તમને ક્યારે અને કયા ક્ષેત્રમાં નોકરી મળી શકે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વ્યક્તિની કુંડળીમાં દસમું સ્થાન (ભાવ) ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિની નોકરી અને વ્યવસાયની સ્થિતિ નક્કી કરે છે. આ દસમા સ્થાનને કર્મભાવ પણ કહેવામાં આવે છે. જો કર્મભાવમાં શુભ ગ્રહો જેમ કે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર જેવા ગ્રહો હાજર હોય, તો વ્યક્તિને ઝડપથી અને સારી નોકરી મળવાની શક્યતા પ્રબળ બને છે.
નોકરી મળવાનો સમય ક્યારે?
જ્યારે કુંડળીમાં કર્મભાવ (દસમો ભાવ)નો સમયગાળો (દશા/અંતર્દશા) ચાલી રહ્યો હોય. દસમા ભાવમાં સ્થિત ગ્રહનો સમયગાળો પણ નોકરી મળવાની શક્યતા વધારે છે. જો લગ્ન અને લગ્નના સ્વામીનો સમયગાળો મજબૂત હોય, તો તે પણ નોકરી મળવાની શક્યતા વધારીને કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરાવે છે.
(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપેલ માહિતી જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. મુંબઈ સમાચાર તેની પુષ્ટી કરતું નથી.)
આપણ વાંચો: વાળ ખરતા અટકાવવા હોય તો મસાલામાં વપરાતી તજનો આ રીતે ઉપયોગ કરો



