ફોન પર વાત કરતી વખતે પહેલો શબ્દ હેલો બોલો છો, પરંતુ એનું ફૂલફોર્મ જાણો છો?

હેડિંગ વાંચીને તમારા મનમાં પણ સવાલ તો ચોક્કસ થયો જ હશે કે ભાઈ આ હેલોને તો વળી શું ફૂલફોર્મ હોઈ શકે? શબ્દ જેવો શબ્દ જ તો છે… પરંતુ બોસ એવું નથી. ફોન પર વાત કરતી વખતે કે આપણે કોઈને મળીએ ત્યારે તેને ગ્રીટ કરવા માટે હેલો તો બોલી દઈએ છીએ પણ એનો અર્થ શું છે?
ચાલો આજે તમને આ વિશે જણાવીએ-
અગાઉ કહ્યું આપણામાંથી ઘણા લોકોને એવું લાગતું હશે કે હેલોનું કોઈ ફૂલફોર્મ ના હોઈ શકે અને તે એક નોર્મલ અંગ્રેજી શબ્દ જ છે. પરંતુ આ હેલો પાછળની સ્ટોરી આખી અલગ છે. જેના વિશે આજે આપણે અહીં વાત કરવાના છીએ.
જ્યારે આ હેલો શબ્દ વિશે થોડા ખાખાખોળા કર્યા તો એવું જાણવા મળ્યું હતું કે હેલો શબ્દની શરૂઆત કહો કે ઉત્પતિ 19મી સદીમાં થઈ હતી. હેલો પહેલાં ફોન પર વાત કરવા માટે અહોય નામના શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ વાત કરીએ હેલો શબ્દની તો હેલો શબ્દના ગૂગલ પર અનેક ફૂલફોર્મ ઉપલબ્ધ છે અને તે ફેમસ પણ થયા છે.
ઈન્ટરનેટ પર આ હેલોના ફૂલફોર્મને લઈને એક ખુલાસો એવો પણ જોવા મળી રહ્યો છે તમારે આ હેલોનું ફૂલફૂોર્મ જાણવા માટે એક એક અક્ષરનો અર્થ તમારે સમજવો પડશે. હેલો શબ્દના સ્પેલિંગ પર નજર કરીએ તો તે Helo થાય છે. હેલોમાં એચનો અર્થ હાઉ આર યુ, ઈનો અર્થ એવરીથિંગ ફાઈન, એલનો અર્થ લાઈક ટુ હિયર ફ્રોમ યુ, ઓનો અર્થ ઓબ્વિયસલી આઈ મિસ યુ એવો ખુલાસો આપવામાં આવ્યો છે.
જોકે, હેલ્લો શબ્દના આ ફૂલફોર્મની કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી થઈ શકી. પરંતુ આ માહિતી પણ સાવ બોરિંગ તો નથી જ. તમે પણ તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો ચોક્કસ કરજો હં ને. આવી જ બીજી મનોરંજનથી ભરપૂર માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…