ભારતમાં હજારો લાખોના વ્યવહાર અટવાયા! સૌથી મોટી મેસેજિંગ એપમાં ટેકનિકલ એરર… | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

ભારતમાં હજારો લાખોના વ્યવહાર અટવાયા! સૌથી મોટી મેસેજિંગ એપમાં ટેકનિકલ એરર…

નવી દિલ્હી: ભારતમાં સોમવારે 8 સપ્ટેમ્બરના વોટ્સએપ સેવા થોડા સમય માટે ઠપ પડી ગઈ હતી. જેના કારણે લોકપ્રિય મેસેજિંગ એપના ઉપયોગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. અહેવાલો પ્રમાણે સોમવારે વોટ્સએપને કોઈ નવા ડિવાઈઝ સાથે લિંક કરવામાં સૌથી વધુ પ્રોબ્લેમ પડી રહ્યો હતો. જ્યારે ટેકનિકલ ખામી થોડા સમયમાં પુન:સ્થાપિક કરવામાં આવી હતી. પરંતુ આજે 9 સપ્ટેમ્બરના સવારથી વોટ્સએપ સ્ક્રોલિંગને લઈ લોકોની ફરિયાદો થતી જોવા મળી રહી છે. આ ઘટના ભારતીય યુઝર્સની વોટ્સએપ પરની નિર્ભરતાને ઉજાગર કરી, જેનો ઉપયોગ વ્યક્તિગત, વ્યાપારિક અને વ્યવસાયિક સંચાર માટે વ્યાપકપણે થાય છે.

સોમવારે બપોરે 1 વાગ્યા આસપાસ વોટ્સએપની સેવાઓમાં સમસ્યા શરૂ થઈ હતી, જે લગભગ એક કલાકથી વધુ સમય સુધી રહી. નવા ડિવાઈસ લિંક કરવાનો પ્રયાસ કરનાર યુઝર્સને “આ સમયે નવું ડિવાઈસ લિંક નહીં થઈ શકે, પછીથી પ્રયાસ કરો”નો એરર મેસેજ વારંવાર મળી રહ્યો હતો. જોકે આજે સવારથી વોટ્સએપ વેબનો ઉપયોગ કરનાર યુઝર્સે ચેટ સ્ક્રોલ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જેના કારણે ચેટ સ્ક્રોલ કરવું લગભગ અશક્ય બની ગયું છે. ઓનલાઈન ઓટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉનડિટેક્ટરે બપોરે 1થી 2:15 વાગ્યા દરમિયાન 430થી વધુ ફરિયાદો નોંધી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે વોટ્સએપ વેબની સમસ્યાઓ વિશે ફરિયાદ કરતા જોવા મળ્યા હતા. જેમાં એક યુઝરે લખ્યું, “વોટ્સએપ વેબમાં કંઈક સમસ્યા છે? હું ચેટ સ્ક્રોલ જ નથી કરી શકતો.” અન્ય યુઝરે પૂછ્યું, “શું કોઈ વોટ્સએપ વેબ પર સ્ક્રોલ કરી શકે છે?” એક ઓફિસના કર્મચારીએ ફરિયાદ કરી કે, “અમારા ઓફિસમાં 3-4 લોકોને વોટ્સએપ વેબ અજીબ લાગે છે, સામાન્ય રીતે ચાલતું નથી.” આ પ્રતિસાદો દર્શાવે છે કે આ સમસ્યા ઘણા યુઝર્સ માટે અસુવિધાજનક હતી.

વોટ્સએપે ન આપ્યું સત્તાવાદ નિવેદન

વોટ્સએપે આ અવરોધના કારણ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. શું આ સમસ્યા ફક્ત ડિવાઈસ લિંકિંગ અને વેબ સ્ક્રોલિંગ સુધી મર્યાદિત હતી, કે પછી અન્ય પ્લેટફોર્મ્સ પર પણ અસર કરી, તે અંગે સ્પષ્ટતા નથી. ગયા સપ્તાહે વોટ્સએપે iOS અને macOS એપ્સમાં એક ગંભીર ઝીરો-ક્લિક સુરક્ષા ખામીને ઠીક કરી હતી, જે હેકર્સ દ્વારા યુઝર્સને નિશાન બનાવવા માટે ઉપયોગમાં લેવાઈ શકે છે. મેટા, વોટ્સએપની મૂળ કંપનીએ, આ માટે પેચ રિલીઝ કર્યું હતું અને યુઝર્સને લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાની સલાહ આપી છે.

આ ટૂંકા ગાળાના અવરોધે ભારતમાં વોટ્સએપની મહત્વની ભૂમિકાને રેખાંકિત કરી છે. વ્યક્તિગત ચેટથી લઈને વ્યાપારિક વ્યવહારો અને વ્યવસાયિક સંચાર માટે વોટ્સએપનો ઉપયોગ ખૂબ જ વ્યાપક છે. આવા અવરોધો રોજિંદા જીવનમાં અસુવિધા ઊભી કરે છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં વોટ્સએપ પર આધાર રાખવામાં આવે છે. હાલમાં સેવાઓ સ્થિર થઈ ગઈ હોવાનું જણાય છે, પરંતુ યુઝર્સ વોટ્સએપ તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે.

આપણ વાંચો:  AI ક્રાંતિ: ટેકનોલોજીની દુનિયા સાથે અબજોપતિની લિસ્ટમાં ઉમેરાયા નવા ચહેરા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button