વિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

Whatsapp User’sને લાગશે મોટો આંચકો, બંધ થવા જઈ રહી છે આ ફ્રી સર્વિસ…

Whatsapp User’sને 2024ના વર્ષમાં મોટો આંચકો લાગી શકે એમ છે કારણ કે આવનારા સમયમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો તમે પણ Whatsapp યુઝ કરતાં હોવ તો આ માહિતી તમારે ખાસ જાણી લેવી જોઈએ.

મળી રહેલી માહિતી પ્રમાણે Metaના માલિકી હક રાખનારા Whatsappએ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર આપવામાં આવી રહેલી અનલિમિટેડ ચેટ બેકઅપની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. અત્યારે પાંચ વર્ષ સુધી એન્ડ્રોઈડ યુઝર્સ ફ્રી Unlimited Chat Backupનો લાભ લઈ રહ્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર ગયા વર્ષે એટલે કે 2023ના અંતમાં બીટા યુઝર્સની સાથે આની શરૂઆત કરવામાં આવી હતી અને હવે 2024માં એન્ડ્રોઈડ યુઝર્સને આપવામાં આવતી Free Whatsapp Chat Backupની સુવિધા બંધ કરવામાં આવશે. 2024ના પહેલાં છ મહિનાની અંદર દુનિયાભરના યુઝર્સ માટે આ ફીચર બંધ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2018માં મેટાના ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ અને ગૂગલ વચ્ચે એક સમાધાન થયું હતું અને આ સમાધાન અનુસાર વોટ્સએપ યુઝરને એન્ડ્રોઈડ પર વોટ્સએપ માટે ફ્રી અનલિમિટેડ બેકઅપનો લાભ મળતો હતો.

હવે આ સુવિધાનો અંત આવવાનો અર્થ એવો છે કે વોટ્સએપ ચેટ બેકઅપ તમારા Google Driveનું સ્ટોરેજનો ઉપયોગ કરશે. ગૂગલ દ્વારા આપવામાં આવતી 15GB સ્ટોરેજની લિમિટ પૂરી થયા બાદ સબસ્ક્રિપ્શન લેવું પડશે કે પછી ગૂગલ ફાઈલ્સમાં રહેલા ફોટો, ઓડિયો, વીડિયોને ડિલીટ કરવા પડશે. અહીંયા તમારી જાણ માટે નવો નિયમ માત્ર Android User’s માટે જ લાગુ કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…