વૉટ્સ એપનું આ નવું ફીચર તમારો મિસ્ડ કોલ ફેલ નહીં થવા દેઃ જાણો વિગતવાર

વોટ્સએપ સૌથી મોટી મેસેજિગ એપ તરીકે જાણીતી છે. તે બાજારમાં પોતાના નવા નવા ફિચર્સને લઈ જાણીતું છે. ત્યારે ફરી એક વખત વોટ્સએપ નવા ફિચર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સને મિસ્ડ કોલ પછી વોઈસમેઈલ મોકલવાની સુવિધા આપશે.
આ ફીચર હાલમાં એન્ડ્રોઈડ બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે, જેની માહિતી WABetaInfo દ્વારા આપવામાં આવી છે. આ નવી સુવિધા વપરાશકર્તાઓને કોલ ન ઉપાડાય ત્યારે સીધો ઓડિયો સંદેશ મોકલવાની સરળતા આપશે, જે વોટ્સએપની કોલિંગ સેવાને વધુ ઉપયોગી બનાવશે.
આપણ વાંચો: મિસ કોલ્સ હવે નહીં થાય મિસ: વોટ્સએપ લોન્ચ કરશે તેના બે નવા ફિચર્સ, જાણો ખાસીયત
કેવી રીતે કામ કરશે વોઈસમેઈલ?
આ વોઈસમેઈલ ફીચર પરંપરાગત ફોન વોઈસમેઈલથી અલગ છે. જો કોઈ કોલ ન ઉપાડવામાં આવે, તો યુઝર્સને “રેકોર્ડ વોઈસ મેસેજ”નો વિકલ્પ દેખાશે, જેના દ્વારા તેઓ તરત જ ટૂંકો ઓડિયો સંદેશ રેકોર્ડ કરી શકશે.
આ વોઈસમેઈલ ચેટમાં મિસ્ડ કોલ નોટિફિકેશન સાથે જોડાયેલો દેખાશે, જેથી તે કોલના સંદર્ભમાં હોવાનું સ્પષ્ટ રહે. આ ફીચર સંદેશને વધુ સરળ અને સંદર્ભસભર બનાવશે.
આપણ વાંચો: વોટ્સએપનો દુરુપયોગ કરનારા પર ‘તવાઈ’: રોજ 3 લાખ એકાઉન્ટ બંધ, ચેતી જાઓ….
તાત્કાલિક સંદેશ માટે ઉપયોગી
આ નવું વોઈસમેઈલ ફીચર ખાસ કરીને તાત્કાલિક સંદેશ મોકલવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જો કોઈ વ્યક્તિ કોલ ન ઉપાડે, તો ટેક્સ્ટ ટાઈપ કરવાને બદલે અથવા અલગથી વોઈસ નોટ મોકલવાને બદલે, યુઝર્સ ઝડપથી ઓડિયો સંદેશ રેકોર્ડ કરી શકશે. આ સુવિધા એવા સમયે ખૂબ અનુકૂળ રહેશે જ્યારે તાત્કાલિક માહિતી આપવી જરૂરી હોય અને કોલ ન થઈ શકે.
વોટ્સએપ તેની કોલિંગ સેવાઓને વધુ મજબૂત કરવા માટે સતત નવી સુવિધાઓ રજૂ કરી રહ્યું છે. તાજેતરમાં, તેણે કોલ શેડ્યૂલિંગ અને મિસ્ડ કોલ માટે રીમાઈન્ડર જેવી સુવિધાઓ શરૂ કરી છે.
વોઈસમેઈલ ફીચરનો ઉમેરો વોટ્સએપને માત્ર મેસેજિંગ એપથી આગળ વધારી, પરંપરાગત ફોન કોલિંગનો એક શક્તિશાળી વિકલ્પ બનાવે છે. આ ફીચર યુઝર્સના અનુભવને વધુ સરળ અને વ્યવહારિક બનાવશે.
હાલમાં આ વોઈસમેઈલ ફીચર માત્ર એન્ડ્રોઈડના પસંદગીના બીટા ટેસ્ટર્સ માટે ઉપલબ્ધ છે. આ ફીચર ક્યારે સર્વસામાન્ય યુઝર્સ માટે રોલઆઉટ થશે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. iOS યુઝર્સ માટે હજુ આ ફીચર ટેસ્ટફ્લાઈટ પ્રોગ્રામમાં જોવા મળ્યું નથી, તેથી તેમને આ સુવિધા માટે વધુ રાહ જોવી પડી શકે છે.