મધરાતે Jyotiraditya Scindia આ શું કરતાં જોવા મળ્યા? વીડિયો થયો વાઈરલ

અત્યારે આખા દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂકયું છે. દેશના તમામ રાજકીય પક્ષો ચૂંટણીમાં જિત હાંસિલ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ મોડી રાતે કંઈક એવું કર્યું હતું જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે.
વાત જાણે એમ છે કે BJPના ઉમેદવાર જૈન સમાજના ધર્મગુરુ વિદ્યાસાગર મહારાજની સ્મૃતિમાં યોજાયેલા એક એક્ઝિબિશનમાં હાજરી આપી હતી. એટલું જ નહીં રાજકારણની પીચ પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરનારા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જૈન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ સાથે ક્રિકેટ રમવા ઉતર્યા હતા. મોડી રાતે 12 વાગ્યે જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
પોતાના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેનારા ભાજપના વિધાન સભ્ય પન્નાલાલા શાક્યને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગૂગલી માસ્ટરનો ખિતાબ આપ્યો હત. જ્યોતિરાદિત્ય સિંધિયા વિદ્યાસાગરના જીવનયાત્રાના ફોટો જોઈને એકદમ અભિભૂત થઈ ગયા હતા.
તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાસાગરજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા જોઈએ. મારું સદ્ભાગ્ય છે કે મને આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના ચરણોમાં નમન કરવાનો મોકો અનેક વખત મળ્યો છે. છેલ્લે તેમણે મને ભોપાલમાં આશીર્વાદ આપ્યા હતા અને એ હંમેશા મારા સ્મરણમાં રહેશે.