કૂનો નેશનલ પાર્કથી નીકળેલો ચિત્તો અડધી રાતે હાઈવે પર આ શું કરતો જોવા મળ્યો?
મધ્ય પ્રદેશમાં આવેલું કૂનો નેશનલ પાર્ક ચિત્તાઓને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે અને હવે સામે આવી રહેલી માહિતી પ્રમાણે પાર્કના ખુલા જંગલથી 90 કિલોમીટર દૂર આવેલા શ્યોપૂરના નજીક પહોંચેલા ચિત્તાએ ચાર દિવસ બાદ ફરી શહેરના રસ્તે જંગલ પાછા ફરવાનું શરૂ કર્યું છે.
ખાસ વાત તો એ છે કે પાછા ફરતી વખતે આ ચિત્તો શહેરના રસ્તા પર દોડતો દેખાયો હતો. એવું કહેવાઈ રહ્યું છે કે હવે એ ચિત્તો કૂનો બફર ઝોનમાં પહોંચી ગયો છે.
મળી રહેલી માહિતી અનુસાર ગયા શનિવારે કૂનો નેશનલ પાર્કની હદ છોડીને 90 કિલોમીટરનું અંતર કાપીને આ ચિત્તો અગ્નિ શ્યોપૂર શહેરની નજીક આવેલા ઢેંગદા ગામમાં અને પોલિટેક્નિક કોલેજ પાસે અમરાલ નદીની નજીક ક્રેશરથી દૂર આવ્યો હતો. છેલ્લાં ચાર દિવસથી તે આસપાસના વિસ્તારમાં જ હરી ફરી રહ્યો હતો. ચિત્તાની દેખરેખ માટે 24 કલાક ટ્રેકિંગ ટીમ તેની પાછળ હતી.
આપણ વાંચો: કૂનો નેશનલ પાર્કમાં ચિત્તો મૃત મળતા પ્રશાસનની ઊંઘ હરામ
આ બધા વચ્ચે મંગળવાર અને બુધવારની રાતે ચિક્કા શહેરના વીર-સાવરકર સ્ટેડિયમની નજીક જોવા મળ્યો હતો. ત્યાર બાદ અડધી રાતે જ શ્યોપુર શિવપૂરી હાઈવે પર નીકળી પડ્યો. ચિત્તા સ્ટેડિયમ, કલેક્ટ્રેટ અને ઈકો સેન્ટર થઈને બાવંદા નાળા સુધી રસ્તા પર દોડતો કેમેરામાં કેદ થયો હતો અને તેની પાછળ ટ્રેકિંગ ટીમની ગાડીઓ હતો.
બુધવારે અગ્નિ નામનો આ ચિત્તો ભેલા ભીમ લત ગામની નજીક હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વિસ્તારની નજીકમાં જ સામાન્ય અને કુનો વન મંડળનું બફર ઝોનનું જંગલ આવેલું છે એટલે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે અગ્નિ હવે પાછો કૂનો નેશનલ પાર્કમાં જતો રહેશે.