સ્પેશિયલ ફિચર્સ

મોર્નિંગ વોક દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

વાયુ પ્રદૂષણ ટાળવાના વિકલ્પો શું છે?

દિવાળી પહેલા મુંબઇ, દિલ્હી NCRમાં પ્રદૂષણની સ્થિતિ ગંભીર બની રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો સલાહ આપે છે કે ગંભીર પ્રદૂષણના સમયે લોકોએ ઘરની બહાર ન નીકળવાને પ્રાથમિકતા આપવી જોઈએ. જોકે, વહેલી સવારના મોર્નિંગ વોક માટે જતા લોકોએ પણ સાવચેતી રાખવી જોઇએ. આ વર્ષે દિવાળી પહેલા જ પ્રદૂષણના સ્તરે ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિમાં લોકો પ્રદૂષણની ખરાબ અસરથી બચવા માટે ઘણા ઉપાયો અપનાવી રહ્યા છે. ઘણા વિસ્તારોમાં જ્યાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ ગંભીર છે, એટલે કે AQI સ્તર 400 થી વધુ છે, ત્યાં ઘરની બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે જે લોકો નિયમિતપણે સવારે ચાલવા અને કસરત કરવા માટે બહાર જાય છે તેઓએ શું કરવું જોઇએ?

મોર્નિંગ વોક સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. દરેક વય જૂથના લોકો માટે આ એક આદર્શ કસરત હોવાનું કહેવાય છે. તેની કોઈપણ રીતે કોઈ આડઅસર થતી નથી, પરંતુ ઘણી વખત શિયાળાની પરિસ્થિતિઓ કોઈપણ પ્રકારની કસરત માટે યોગ્ય હોતી નથી અને આવી સ્થિતિમાં જ્યારે દિલ્હી એનસીઆર જેવું પ્રદૂષણ હોય છે ત્યારે મોર્નિંગ વોક જેવી કસરત પણ સ્વાસ્થ્યને બદલે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

શિયાળાની સવારે તાપમાન ઓછું હોય છે, ત્યારે પ્રદૂષકો હવામાં નીચેની તરફ સ્થાયી થાય છે. આવા વાતાવરણમાં મોર્નિંગ વોક દરમિયાન પ્રદૂષિત હવામાં શ્વાસ લેવો જોખમી બની જાય છે. મોર્નિંગ વોક દરમિયાન અને કસરતના કિસ્સામાં શરીરને તાજી હવાની વધુ જરૂર પડે છે. આવી સ્થિતિમાં શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને અનેક પ્રકારની બીમારીઓ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે. તેથી મોર્નિંગ વોક માટે જતા પહેલા, તમારે જાતે જ તમારા વિસ્તાર અને તેની આસપાસની હવાની ગુણવત્તા ઇન્ડેક્સ તપાસવો જોઇએ. આજકાલ ઇન્ટરનેટ પર ઘણી બધી વેબસાઇટ્સ અને એપ્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા તમારી આસપાસની હવાની ગુણવત્તા શું છે તે શોધવાનું ખૂબ જ સરળ છે. જો AQI બિનઆરોગ્યપ્રદ હોય અથવા ખૂબ જ ગંભીર સ્થિતિમાં હોય, તો તે દિવસે મોર્નિંગ વોક માટે ન જવું વધુ સારું રહેશે.

જે લોકો નિયમિતપણે મોર્નિંગ વોક કરે છે તેમના માટે પ્રદૂષણના સમયે બહાર ના નીકળે તો શું કરવું એ સમસ્યા થાય છે. આવા સમયે તેમને સલાહ આપવામાં આવે છે કે બહારની હવા અસુરક્ષિત હોય, ત્યારે થોડી કસરત ઘરની અંદર કરવાની ગોઠવણ કરવી જોઇએ. તમે તમારા ફિટનેસ ટ્રેનરની સલાહ લઈ શકો છો અને જો તમે માત્ર સામાન્ય વૉકિંગ કરો છો, તો ઇન્ટરનેટ પરના ઘણા પ્રકારના વીડિયો દ્વારા જાણી શકો છો કે ઘરે કયા પ્રકારની કસરતો કરી શકાય.

ઘણા લોકો વિચારે છે કે માસ્ક પહેરીને મોર્નિંગ વૉક માટે જઇ શકાય. આવા સમયે તેમને એવી સલાહ આપવામાં આવે છે કે તેમણે સવારે મોર્નિંગ વૉક માટે જવાને બદલે બપોરે કે સાંજે વૉક માટે જવું જોઇએ. વૉક માટે જતી વખતે તમે N95 અથવા N99 માસ્ક પહેરી શકો છો, પરંતુ તમારે જોરશોરથી કસરત ન કરવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો