સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (06-10-2023): આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ પણ સાથે સાથે પડકારો પણ વધશે

મેષ: આજનો દિવસ સામાજીક ક્ષેત્રે કાર્યરત લોકો માટે ઉત્તમ રહેશે. તમને મહેનતનું યોગ્ય ફળ મળશે. નવદંપત્તિના જીવનમાં નવા મહેમાનના આમગનના સમાચાર મળશે. કોઇ પણ લાભકારી ડીલ હાથમાંથી જવા ના દેતાં. આવકમાં વધારો થતાં તમને ખૂશી થશે અને સંતાન તરફથી કોઇ સારા સમાચાર મળી શકશે. જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતાં. કાર્યક્ષેત્રે વિરોધીઓના ષડયંત્રથી સાચવીને રહેજો.

વૃષભ: આજનો દિવસ તમારા માટે અનુકુળ પરિણામો લઇને આવ્યો છે. તમે ક્યાંક બહાર ફરવા જવાનો પ્લાન બનાવશો. જો તમે કોઇ યાત્રા પર જઇ રહ્યાં છો તો તમારે એ પ્લાન થોડાં સમય માટે સ્થગિત કરવો પડશે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને હજી થોડો સમય હેરાન થવું પડશે. ત્યાર બાદ થોડી રાહત મળશે. લગ્ન જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓને કારણે મન દુ:ખી રહેશે. પિતાની તબિયતની કાળજી લેજો. નહીં તો તેમને આંખને લગતી કોઇ બિમારી થઇ શકે છે.


મિથુન: આજનો દિવસ તમારા માટે અન્ય દિવસોની સરખામણીમાં સારો રહેશે. તમારે વાહન ચલાવતા સાવચેતી રાખવી પડશે. નહીં તો અકસ્માતની શક્યતાઓ છે. તમે કોઇ નવા કામનું પ્લાનિંગ કરી શકો છો. જોકે તેમા જીવનસાથીની સલાહથી આગળ વધજો. જો તમે કોઇને કોઇ વાયદો કર્યો છે તો તેને સમય રહેતાં જ પૂરો કરજો. નાના બાળકો તમારી પાસે કોઇ વસ્તુની માંગણી કરી શકે છે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ માટે કોઇ સિનિયરની મદદ લેવી પડશે.


કર્ક: આજનો દિવસ ઉત્તમ સંપત્તિનો સંકેત આપી રહ્યો છે. તમારું નવું મકાન, દુકાન કે વાહન ખરીદવાનું સપનું પૂરું થશે. જોકે એમાં પરિવારનો જ કોઇ સદસ્ય તમારો વિરોધ કરી શકે છે. દાંપત્ય જીવન સુખમય રહેશે. જો તમે તમારા વ્યવહારમાં કોઇ પરિવર્તન લાવશો તો પહેલાં જેવા થઇ જશો. નહીં તો લોકો તમને સમઝી નહીં શકે. કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખજો.


સિંહ: આજનો દિવસ તમારા માટે પ્રસન્નતા લઇને આવશે. નાન બાળકો તમારી પાસે કોઇ માંગણી કરશે અને તમે તે પૂર્ણ પણ કરશો. તમને તમારી નિર્ણાયક શક્તીનો લાભ મળશે. છતાં કોઇ પણ નિર્ણય વડિલોને પૂછીને લેવો હિતાવહ છે. સંતાનને તમારી પાસે કોઇ મદદની આશા હશે. તેથી તેમની મદદ જરુર કરજો. તમે તમારા સાથી સાથે કોઇ સારી મનગમતી જગ્યાએ ફરવા જઇ શકો છો.


કન્યા: આજનો દિવસ પ્રગતીકારક રહેશે. સાસરી પક્ષમાં કોઇ સભ્ય સાથે વાદ-વિવાદ થઇ શકે છે. તમારા ફંસાયેલા નાણાં આજે તમને પાછા મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવાની ઇચ્છા રાખે છે તેમને આજે સારી તક મળશે. પણ તમે કોઇ કામમાં સમઝ્યાં વિચાર્યા વગર ના ઝંપલાવતા. નહીં તો એ તમારી સૌથી મોટી ભૂલ સાબિત થશે. તમારે તમારી કોઇ જૂની ભૂલથી શિખવાની જરુર છે. નહીં તો તમે વારંવાર એ જ ભૂલો કરશો.


તુલા: આજનો દિવસ કોઇ જરુરી કામને કારણે આકસ્મીક યાત્રા કરાવશે. જે લોકો પાર્ટનરશીપમાં બિઝનેસ કરવા ઇચ્છે છે તેમણે થોડો સમય થોભી જવું પડશે. તમારી કોઇ ડિલ ફાઇનલ થતાં થતાં રહી જશે. જે તમારી ચિંતા વધારશે. સંતાન પક્ષે તમને કોઇ નિરાશાજનક સૂચના મળી શકે છે. બાળકોનું મન આજે કોઇ નવી નવી વસ્તું ખરીદવામાં રહેશે.


વૃશ્ચિક: આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. તમને યાત્રા-પ્રવાસ દરમીયાન કોઇ સારી સૂચના મળી શકે છે. સંતાન પાસે તમે જેટલી આશા રાખી હતી તે તેના પર ખરા નહીં ઉતરે. જેને કારણે તમે થોડા દુ:ખી રહેશો. વિદ્યાર્થીઓ અભ્યાસ પર વધુ ધ્યાન આપશે. જીવનસાથી સાથે મળીને તમે ઘર માટે કોઇ વસ્તું ખરીદશો. વેપારીઓએ કોઇ મોટા લાભના ચક્કરમાં નાના નાના અવસરો ગૂમાવી ન દેવા.


ધનુ: આજનો દિવસ ઉર્જાવાન રહેશે. તમારી અંદર આજે એકસ્ટ્રા એનર્જી હોવાથી તમે દરેક કામ કરવા તત્પર રહેશો. પણ તમે તમારી ઉર્જાને સાચા કામમાં લગાવજો. ત્યારે જ તમને તેનો લાભ થઇ શકશે. જો કોઇ વિરોધી સાથે વાદ-વિવાદ થાય તો સાચવજો. લેવડ-દેવડની બાબતે સાવચેતી રાખજો. આજે આકસ્મીક ધનલાભના પૂર્ણ યોગ છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પ્રત્યે સજાગ રહેશે. તો જ તેઓ પરિક્ષામાં સારું પરિણામ મેળવી શકશે.


મકર: વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમને એક કરતાં વધુ જગ્યાએથી આવક થશે. તમે બિઝનેસમાં કોઇ નવી ટેકનીકનો ઉપયોગ કરી શકશો. તમે કોઇ જૂનું દેવું ઉતારી શકશો. ઓફિસમાંથી જો તમને કોઇ કામ સોંપવામાં આવે તો તે સમયસર પુરું કરજો. નહીં તો અધિકારીઓ નારાજ થશે. તમે દાન-પૂણ્યના કામોમાં ઉત્સાહથી ભાગ લેશો. જેને કારણે તમારી છવી નિખરી ઉઠશે. તમારે કોઇ જરુરી કામ માટે ભાઇઓ સાથે વાત કરવી પડશે. તો જ એ પુરું થશે.


કુંભ: આજનો દિવસ તમારા માટે ખૂશ ખબરી લઇને આવશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. નહીં તો તમે કોઇ નવી નોકરી માટે આવેદન કરી શકશો. તમારા કેટલાંક વિરોધીઓ તમારા કામમાં રોડા નાંખી શકે છે. જેનાથી તમારે બચવું પડશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક તણાવથી છૂકારો મળશે. તમારો કોઇ મિત્ર તમારા ઘરે દાવત પર આવી શકે છે.


મીન: આજે તમારો દિવસ ઉત્તમ રીતે ફળદાયી નિવડશે. તમે કોઇ માંગલીક કામમાં ભાગ લેશો. પરિવારના સભ્યો સાથે સમજી વિચારી ને વાત કરજો. કોઇ બહારની વ્યક્તિ સામે પરિવારના પ્રશ્નોની ચર્ચા ના કરતાં નહીં તો તે તમને કોઇ ખોટી સલાહ આપી શકે છે. કાર્યક્ષેત્રે વધુ કામ હોવાથી જવાબદારી પણ વધુ રહેશે. ગૃહસ્થ જીવન જીવતાં લોકો માટે દિવસ સારો રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…