સ્પેશિયલ ફિચર્સ

10 રૂપિયાના સિક્કાનો આ ખાસ હિસ્સો શેનાથી બનેલો હોય છે? 99 ટકા લોકોને નથી જાણ…

ભારતીય ચલણને લઈને દરરોજ નવી નવી અપડેટ્સ અને ચોંકાવનારી માહિતી સામે આવતી હોય છે. આજે અમે અહીં તમને 10 રૂપિયાના સિક્કાને લઈને આવી જ એક માહિતી આપવા જઈ રહ્યા છીએ. ભારતીય કરન્સીમાં 10 રૂપિયાનો કોઈન સૌથી અલગ છે, કારણ કે એમાં બે અલગ અલગ રંગ જોવા મળે છે. આજે અમે અહીં તમને આ બે અલગ રંગ અને 10 રૂપિયાના સિક્કાનો આ બહારનો વર્તુળ કે સર્કલ જે કહો એ શેનાથી બનેલો હશે એ શેનાથી બનેલો હોય છે એની માહિતી અડધા લોકોને નથી હોતી.

સૌથી પહેલાં તો બાકીના સિક્કાની જેમ 10 રૂપિયાના સિક્કાને બનાવવામાં બે અલગ અલગ પ્રકારના મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક હિસ્સો તો બાકીના સિક્કાની જેમ જ નોર્મલ હોય છે પણ તેનું આઉટર સર્કલ પર પીળા રંગની મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. આ મેટલ કઈ હોય છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે પણ એની વાત કરીએ એ પહેલાં જાણીએ કે 10 રૂપિયાના સિક્કાનો વચ્ચેનો હિસ્સો કઈ મેટલથી બનાવવામાં આવેલો હોય છે એ..

આ પણ વાંચો: 10 અને 20 રૂપિયાના સિક્કાને લઈને RBIએ કરી એવી સ્પષ્ટતા, તમારા માટે છે ખૂબ જ કામની…

10 રૂપિયાના સિક્કાના વચ્ચેના હિસ્સાની વાત કરીએ તો તે કોપર નિકલમાંથી બનાવવામાં આવે છે. આ વચ્ચેનો હિસ્સો 75 ટકા કોપર અને 25 ટકા નિકલમાંથી બનાવવામાં આવેલો હોય છે. જો આઉટર રિંગની વાત કરીએ તો તે એલ્યુમિનિયમ બ્રોન્ઝની બનેલી હોય છે. એમાં 92 ટકા કોપર, 6 ટકા એલ્યુમિનિયમ અને 2 ટકા નિકલનો સમાવેશ થાય છે. 10 રૂપિયાના સિક્કાનું કુલ વજન 7.71 ગ્રામ હોય છે અને એમાં આઉટર રિંગ 4.45 ગ્રામની અને વચ્ચેનો હિસ્સો 3.26 ગ્રામનો હોય છે.
બજારમાં 14 અલગ અલગ ડિઝાઈનના 10 રૂપિયાના સિક્કા ફરી રહ્યા છે અને એને કારણે જ ઘણી વખત એવું બને છે કે આ 10 રૂપિયાના સિક્કાને લઈને જ ગેરમાર્ગે દોરતા સમાચાર સામે આવતા હોય છે. પરંતુ આરબીઆઈ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે 14-14 અલગ અલગ ડિઝાઈનવાળા 10 રૂપિયાના સિક્કા ચલણમાં માન્ય છે.

આ પણ વાંચો: તમારી પાસે પણ છે 10 રૂપિયાનો આવો સિક્કો?RBIએ આપી મહત્ત્વની માહિતી…

આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ વધારો કરજો હં ને? આ પ્રકારની જ વધારે રસપ્રદ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button