નેશનલવેપાર

તમારી પાસે પણ છે 10 રૂપિયાનો આવો સિક્કો?RBIએ આપી મહત્ત્વની માહિતી…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ ચલણી નોટો અને સિક્કાઓ બહાર પાડવામાં આવે છે અને આ ચલણને લઈને આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં જાત-જાતની વાતો અને મેસેજ વાઈરલ થતાં હોય છે. હાલમાં આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા 10 રૂપિયાના સિક્કાને લઈને લોકોમાં કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. જોકે, આરબીઆઈ દ્વારા દર થોડા સમયે આ બાબતે સ્પષ્ટતા કરવામાં આવતી જ હોય છે અને આવી જ એક મહત્ત્વની માહિતા આરબીઆઈ દ્વારા આપવામાં આવી છે.

આ પણ વાંચો :Bank Locker લેવાનું વિચારી રહ્યા છો? RBIએ કર્યા છે નિયમોમાં ફેરફાર…

વાત જાણે એમ છે કે હજી સુધી 14 અલગ અલગ ડિઝાઈનના 10 રૂપિયાના સિક્કા બજારમાં જોવા મળી રહ્યા છે અને એને કારણે જ આમાંથી કયા સિક્કા સાચ્ચા છે અને કયા બનાવટી એને લઈને હંમેશા વિવાદ થાય છે. અનેક વખત દુકાનદારો આ સિક્કાને લેવાનો ઈનકાર કરતા હોય છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે 10 રૂપિયાના જે સિક્કા પર 10 લાઈન છે એ જ સિક્કા સાચા છે અને 15 લાઈનવાળો સિક્કો નકલી છે. પરંતુ હવે આરબીઆઈએ ખુદ આ બાબતે સ્પષ્ટતા કરી છે. આવો જોઈએ શું કહ્યું આરબીઆઈએ-

આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારત સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળ ઢાળવામાં આવેલા અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા વિવિધ આકાર અને ડિઝાનના 10 રૂપિયાના તમામ સિક્કા સારા છે. કાયદાકીય રીતે આ ચલણનો લેવડદેવડમાં ઉપયોગ કરી શકાય છે. સિક્કા ગાળવાનું કામ ભારત સરકારના મિન્ટમાં થાય છે અને તમામ સિક્કા પર દર થોડા સમયે આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને દર્શાવવામાં આવે છે.
આરબીઆઈ દ્વારા આ પહેલાં પણ અનેક વખત આ બાબતે સ્પષ્ટતા કરી છે. સેન્ટ્રલ બેંકે આ બાબતે પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર એક નોટ નાખી છે અને એમાં 14 પ્રકારના અલગ અલગ સિક્કાની માહિતી આપવામાં આવી છે. આ સિવાય એક આઈવીઆરએસ ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવ્યો છે, જેના પર કોલ કરીને તમે તમારી આ મૂંઝવણને દૂર કરી શકો છો.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker