Mukesh Ambaniએ વેવાણ સાથે આ શું કર્યું? જોઈને Nita Ambaniનું કેવું હશે રિએક્શન…
દેશના જ નહીં પણ એશિયાના સૌથી ધનવાન ગણાતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Buisnessman Mukesh Ambani) આમ તો ખાસ લાઈમલાઈટમાં આવવાનું ટાળે છે, પણ તેમ છતાં આ વખતે દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના રિસેપ્શન (Anant Ambani-Radhika Merchant Reception)માંથી મુકેશ અંબાણીનો એક વીડિયો સામે આવી રહ્યો છે, જેમાં તેઓ સ્ટેજ પર કંઈક વેવાણ એટલે કે રાધિકા મર્ચન્ટની મમ્મી શૈલા મર્ચન્ટ (Radhika Merchant’s Mother Shaila Merchant) સાથે કંઈક એવું કરતાં જોવા મળ્યા હતા કે જેની કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ વીડિયો જોઈને નીતા અંબાણી કેવું રિએક્શન આપે છે એ જોવાનું છે-
વાત જાણે એમ છે કે પ્રસંગની પૂર્ણાહૂતિ પ્રસંગે જ્યારે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવારે ઉપસ્થિત મહેમાનોને તેમણે ઈવેન્ટ માટે કાઢેલા સમય માટે આભાર વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રિસેપ્શનમાં જ્યારે અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ જ્યારે ઉપસ્થિત મહેમાનોનો આભાર માની રહી હતી એ સમયે બેકગ્રાઉન્ડમાં મુકેશ અંબાણી ઈમોશનલ થઈ ગયેલાં વેવાણ શૈલા મર્ચન્ટને ધીરજ બંધાવતા જોવા મળી રહ્યા છે.
આપણ વાંચો: Anant Ambani-Radhika Merchant Honeymoon માટે જશે આ સુંદર ડેસ્ટિનેશન પર?
મુકેશ અંબાણીનો આ સ્વીટ ગેસ્ચર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો એના લાઈક્સ અને કમેન્ટ વરસાવી રહ્યા છે. લોકો આ વીડિયો જોઈને કહી રહ્યા છે તે મા તો મા હોતી હૈ પછી એ રાધિકા મર્ચન્ટની હોય કે આપણી. દીકરી સાસરે જાય ત્યારે દરેક માતા-પિતા ઈમોશનલ થઈ જાય છે.
આવું જ કંઈક રાધિકા મર્ચન્ટની મમ્મી શૈલા મર્ચન્ટ સાથે પણ થયું હતું. શૈલા મર્ચન્ટ પણ દીકરીની વિદાય પ્રસંગે ભાવુક થઈ ગયા હતા ત્યારે એક જેન્ટલમેનની જેમ જ મુકેશ અંબાણી પણ શૈલા મર્ચન્ટને હિંમત બંધાવી રહ્યા હતા… છે ને એકદમ સ્વીટ?