વોટ્સએપનું લાસ્ટ સીન હાઈડ કરવું છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ…

વોટ્સએપ એ આજના સમયની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા એપ છે. પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજું હોય છે એમ વોટ્સએપના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે.
ઘણી વખત લોકો સતત આપણને પિંગ કર્યા કરે છે અને લાસ્ટ સીન દેખાતું હોવાને કારણે એમને એ વસ્તુ પણ ધ્યાનમાં આવી જાય છે કે તમે એમના જ મેસેજને ઈગ્નોર કરી રહ્યા છો અને એને કારણે તમારા સંબંધોમાં ખટાશ આવી જાય છે. વોટ્સએપ પર તમારી સાથે સેંકડો લોકો કનેક્ટેડ હોય છે પરંતુ એમાં કેટલાક એવા કોન્ટેક્ટ્સ પણ હોય છે કે જેને તમે બ્લોક પણ કરી શકતા નથી અને સેમ વે તમે એમને લાસ્ટ સીન પણ નથી દેખાડવા માંગતા.
પરંતુ આજે અમે અહીં તમને અમુક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે આવા લોકોને તમારું લાસ્ટ સીન પણ નહીં દેખાય અને તમે એકદમ ગણતરીના લોકો સાથે જ તમારું લાસ્ટ સીન શેર કરી શકશો. આવો જોઈએ કઈ રીતે-
સૌથી પહેલાં તો તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો.
હવે તમને જમણી બાજુએ દેખાઈ રહેલાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરો.
જેવું તમે આ ડોટ્સ પર ક્લિક કરશો એટલે ઘણા બધા ઓપ્શન્સ સાથેનું એક લિસ્ટ સામે આવશે. આ લિસ્ટમાં સૌથી છેલ્લે હશે સેટિંગ. એના પર ક્લિક કરો.
સેટિંગમાં પ્રાઈવસીનું ઓપ્શન સિલેક્ટ કરો અને અહીં તમને લાસ્ટ સીનનો વિકલ્પ દેખાશે.
આ ઓપ્શન પર ક્લિક કરીને તમે તમારું લાસ્ટ સીન કોનાથી હાઈડ કરવા માંગો છો અને કોને દેખાડવા માંગો છો એ સિલેક્ટ કરી શકો છો.
જો તમને આઈફોન પર વોટ્સએપનું લાસ્ટ સીન હાઈડ કરવું હોય તો આ સ્ટેપ્સ ફોલો-
સૌથી પહેલાં વોટ્સએપ ઓપન કરો.
ત્યાર બાદ વોટ્સએપ સેટિંગમાં જાવ.
હવે સેટિંગમાં જઈને પ્રાઈવસીના ઓપ્શનને સિલેક્ટ કરો.
પ્રાઈવસી ઓપ્શનમાં લાસ્ટ સીનનો ઓપ્શન દેખાશે.
અહીં તમને જે કોન્ટેક્ટથી તમારું લાસ્ટ સીન હાઈડ કરવા માંગો છો એમની પસંદગી કરી શકો છો.