સ્પેશિયલ ફિચર્સ

રણવીર અલ્હાબાદિયાનું સપનું અધૂરું જ રહી જશે! કોહલીએ રણવીરને અનફોલો કર્યો

મુંબઈ: યુટ્યુબ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ કાયક્રમ દરમિયાન અશ્લીલ કમેન્ટ કરવી રણવીર અલ્હાબાદિયા (Ranveer Allahbadia)ને ભારે પડી રહી છે, તેની વિરુદ્ધ સંખ્યાબંધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ પણ ખુબ ઝડપથી ઘટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી(Virat Kohli)એ રણવીર અલ્હાબાદિયાને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો કરી દીધો છે.

રણવીર વિરાટ કોહલીને પોતાનો આદર્શ માને છે, તે વિરાટનો મોટો ફેન છે. એક ઈન્ટરવ્યું દરમિયાન તેણે કહ્યું હતું કે જે દિવસે વિરાટ તેના પોડકાસ્ટ પર આવશે, તે તેનો છેલ્લો પોડકાસ્ટ હશે.

આપણ વાંચો: અમદાવાદમાં યોજાનાર સમય રૈનાનો શો રદ્દ; હાઉસફૂલ થયેલો શો રદ્દ

સોશિયલ મીડિયા પર ટ્રોલ:

હાલ ઇન્સ્ટાગ્રામ ચેક કરતા જણાય છે કે વિરાટ હવે રણવીરને ફોલો નથી કરતો. લોકો રણવીરને એમ કહીને ટ્રોલ કરી રહ્યા છે કે હવે તેનું સ્વપ્ન પૂરું નહીં થાય. સોશિયલ મીડિયા યુઝર્સ વિરાટ રણવીરને ફોલો ન કરતો હોવાના પુરાવા રૂપે ફોલોઈંગ લીસ્ટનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.

એક યુઝરે કહ્યું, “વિરાટ જાણે છે કે આ પેઢી માટે શું પરફેક્ટ છે.” બીજા એક યુઝરે કહ્યું, “ડ્રામાથી દૂર રહેવા માટે આ વિરાટની પીઆર ટીમ આ કામ કરી રહી છે!”

‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના વિવાદ બાદ મુંબઈ પોલીસે રણવીર અને સમય રીના વિરુદ્ધ FIR નોંધી છે. સમયનું નિવેદન હજુ નોંધવાનું બાકી છે. જોકે, હાલમાં અમેરિકા અને કેનેડાના પ્રવાસ પર રહેલા રૈનાએ જવાબ આપવા માટે વધુ સમય માંગ્યો છે. અહેવાલો અનુસાર, તે માર્ચ સુધીમાં પાછો ફરે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર સાયબર સેલ શોની તપાસ કરી રહ્યું છે.

સમય અને રણવીર બંનેએ માફી માંગી છે અને આ એપિસોડ હવે યુટ્યુબ પરથી દૂર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button