પિતા માટે ઢાલ બની દીકરીઃ પિતાને ખતરાથી બચાવ્યા, વીડિયો જોઈ લો દિલ ખુશ થઈ જશે!

આજ કાલ જીવનની દરેક નાની મોટી ઘટના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વચ્ચે ઘણી વખત એવી પોસ્ટ પણ સામે આવતી હોય જે લોકોનું દિલ જીતી લે છે. એવી જ રીતે અત્યારે ઇન્ટરનેટ પર એક બે વર્ષની બાળકીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના પિતાને ખતરાથી બચાવતી જોવા મળે છે. આ નાનકડો વીડિયો લાખો લોકોના દિલ જીતી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બાળકીની બહાદુરીનો વીડિયો
વાયરલ વીડિયો ફિલિપાઈન્સના સેબુ શહેરનો હોવાનું અનુમાન છે. જેમાં આ બાળકીની માસૂમિયત અને પિતા પ્રત્યેની ચિંતાએ દરેકને ભાવુક કરી દીધા છે. વીડિયોમાં એક વ્યક્તિ ખુલ્લી બારી પાસે ઊભો છે, જેમાં ગ્રિલ નથી. આ દરમિયાન તેની બે વર્ષની દીકરી તેને જુએ છે અને ગભરાઈને તરત જ તેની તરફ દોડે છે. તે પોતાના નાનકડા હાથથી પિતાને બારીથી દૂર ખેંચવાનો પ્રયાસ કરે છે અને કહે છે, “પાપા, પ્લીઝ દૂર થઈ જાઓ, આ ખતરનાક છે.” આ નાની બાળકીની ચિંતા અને હિંમતે લોકોના દિલ જીતી લીધા છે.
આ વીડિયો દીકરીની માતા ફેસબુક પર શેર કર્યો હતો. દીકરીની માતાએ જણાવ્યું કે તેની બે વર્ષની દીકરી ખૂબ જ સમજદાર છે. તેને ઉમેર્યું કે તે હંમેશાં દીકરીને સલામતી વિશે શીખવતા રહે છે. જેના કારણે તે આટલી નાની ઉંમરે પણ આટલી જાગૃત છે. આ વીડિયોમાં બાળકીની સમજણ અને પ્રેમ દેખાય છે.
તેને તમામ માતા-પિતાને સલાહ આપી કે તેઓએ પોતાના બાળકો સામે હંમેશાં સકારાત્મક વર્તન અને મૂલ્યો દર્શાવવા જોઈએ, કારણ કે બાળકો આસપાસના વડીલોને જોઈને જ બાળકો શીખે છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે દીકરીની ખૂબ પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, “આ નાની બાળકી પોતાના પિતા માટે હંમેશા ઢાલ બની રહેશે.” અન્યએ કહ્યું, “આ માસૂમ બાળકીએ દરેકનું દિલ જીતી લીધું.”
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, અને લોકો રાયરાયની માસૂમિયત અને હિંમતના વખાણ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આને “હૃદયસ્પર્શી” અને “પ્રેરણાદાયી” ગણાવ્યું છે. આ વીડિયો બાળકોની સમજણ અને સલામતી પ્રત્યેની જાગૃતિનું ઉદાહરણ બની ગયો છે. લોકો આ નાની બાળકીને “પાપાની પ્રિય ઢાલ” કહી રહ્યા છે, જે તેના પિતા પ્રત્યેના પ્રેમ અને ચિંતાને દર્શાવે છે.
આપણ વાંચો: કારમાં AC ચાલુ રાખીને ઊંઘવું જોખમી: આ 2 બાબતોનું રાખજો ધ્યાન, નહીંતર જશે જીવ