સ્પેશિયલ ફિચર્સ

ફરી વખત યુપીઆઈ થયું ડાઉન, ગૂગલ પે, ફોનપે, પેટીએમ યુઝર્સ થયા પરેશાન…

દેશભરમાં યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ની સર્વિસ ફરી દેશભરમાં બાધિત થઈ ગઈ છે. યુપીઆઈ ડાઉન હોવાને કારણે અનેક યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી પડી હતી. યુપીઆઈ સર્વિસ ડાઉન હોવાને કારણે જીપે, ફોનપે, પેટીએમ જેવા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ યુઝ કરનારા યુઝર્સને ઓનલાઈન પેમેન્ટ કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

રિપોર્ટ્સ અનુસાર યુપીઆઈ ડાઉન હોવાની ફરિયાદ આશરે 1000 જેટલા યુઝર્સ દ્વારા કરવામાં આવી હતી. અહીંયા તમારી જાણ માટે કે આ મહિનામાં ત્રીજી વખત યુપીઆઈ સર્વિસ ડાઉન થઈ છે.

આપણ વાંચો: ખોટા એકાઉન્ટમાં થયું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન? પૈસા પાછા મેળવવા શું કહે છે RBI ની ગાઈડલાઈન…

આજકાલના ડિજિટલ વર્લ્ડમાં મોટાભાગના લોકો પેમેન્ટ કરવા માટે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરે છે અને એને કારણે કેશ સાથે રાખનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ ગઈ છે. આ જ કારણ છે કે જ્યારે જ્યારે યુપીઆઈ સર્વિસ ડાઉન થાય છે ત્યારે ત્યારે યુઝર્સને મુશ્કેલી પડે છે, કારણ કે આપણને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ પર આધાર રાખતા થઈ ગયા છીએ.

આપણ વાંચો: શ્રીલંકા અને મોરેશિયસમાં પણ યુપીઆઈ સુવિધા શરૂ

જોકે, આજે ચોક્કસ કયા કારણે યુપીઆઈનું સર્વર ડાઉન થયું એને લઈને એનપીસીઆઈ દ્વારા કોઈ પમ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. યુપીઆઈ આઉટેજને લઈને માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર અનેક યુઝર્સે ફરિયાદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અનેક વખત આઉટેજને કારણે ઓનલાઈન પેમેન્ટ અટકી પડે છે અને કોઈ બીજાના એકાઉન્ટમાં જતું રહે છે. આવી સ્થિતિમાં તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો 48 કલાકમાં ફરિયાદ કરવી જોઈએ. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 1800 120 1740 પર પણ ફરિયાદ કરી શકો છો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button