Tourism: જંગલના રાજા મસ્તી ન કરતા, તેને જો તમારી મસ્તી સૂઝશે તો…

આજકાલ દેશ-વિદેશમાં ફરવા જવાનો ટ્રેન્ડ છે. લોકો લાખો ખર્ચી નવા નવા ટુરિસ્ટ સ્પોટ એક્સપ્લોર કરે છે અને મજા માણે છે. આ સારી વાત છે, પરંતુ ટુરિસ્ટની ઘણી એવી આદતો કે બાબતો છે જે તેમને અને અન્યોને ભારે પડી શકે છે. એક તો લોકો જ્યાં ત્યાં કચરો ફેંકી પરિસરને ગંદુ કરે છે અને જો તે વન્ય વિસ્તાર કે દરિયાકિનારો હોય તો ત્યાં વસતા જીવોને નુકસાન કરે છે ને બીજું વન્ય પ્રાણીઓની રંજાડી તેમના જીવનમાં ખલેલ પહોંચાડે છે અને ઘણીવાર પોતાને માટે જીવનું જોખમ ઊભું કરી દે છે. આવી જ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
જંગલ સફારી માટે જીપમાં સવાર એક ટુરિસ્ટે જીપ પાસે શાંતિથી બેસેલા સિંહના અટકચારા કરવાનું સૂઝ્યું ને કર્યા પણ. તેણે એકવાર કર્યું વનરાજે જતું કર્યું પણ બીજીવાર કર્યું ત્યારે સિંહથી રહેવાયું નહીં અને તેણે માત્ર ગર્જના કરી અને ટુરિસ્ટના પરસેવા છૂટી ગયા. સદનસીબે સિંહ માત્ર ગર્જનાથી જ અટકી ગયો, પણ જીપમાં બેસેલા તમામને થોડીવાર માટે તો મોત સામે ઝળુંબી રહ્યું હોય તેવો અહેસાસ થયો હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે હેન્ડલ @wildtrails.in પર જોઈ શકાય છે. વીડિયોમાં સફારી જીપ પર સવાર એક પર્યટક જમીન પર બેઠેલા સિંહના માથાને ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યો છે, જેના કારણે બીજી જ ક્ષણે જંગલનો રાજા ગુસ્સે થતો જોવા મળે છે. સિંહે જો પર્યટકની મસ્તી કરવાનું વિચારી લીધું હોત તો…