Tiger Safariનો આનંદ માણી રહ્યા હતા પર્યટકો અને અચાનક વાઘણે કર્યું કંઈક એવું કે…
વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી (Wildlife Photography) આપણને કુદરતની વધુ સમીપ જવાનો, એને જાણવાનો મોકો આપે છે અને ઘણી વખત તો એવા એવા દ્રશ્યો કે ઘટનાઓ જોવા મળી જાય છે કે જે જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય… આવો જ કંઈક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો મહારાષ્ટ્રમાં આવેલા તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ પાર્ક (Tadoba Andhari Tiger Reserve Park)માં. સોશિયલ મીડિયા પર આ પાર્કનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈલ્ડલાઈફ લવર્સમાં એકદમ સુપરહિટ બની ગયો છે.
આ પણ વાંચો: જ્યારે જંગલના Royal Animal ગણાતા Tigerને ગરમી લાગે… વીડિયો થયો વાઈરલ
આ વીડિયો ફેમસ ફોટોગ્રાફર નિખિલ ગિરીએ કચકડે આ સુંદર પળને કંડારી લીધી હતી આ વીડિયોમાં વાઘણ પર્યટકોને જાણે હાથ હલાવીને હેલો કહી રહી હોય એવું લાગી રહ્યું છે. નાનકડો પણ એકદમ મંત્રમુગ્ધ કરી નાખતા આ વીડિયોમાં દેખાઈ રહેલી વાઘણનું નામ માયા (Tigress Maya) હોવાનું કહેવાઈ રહ્યું છે. માયા નામી આ વાઘણ તાડોબાની ક્વીન કહેવાય છે.
આ પણ વાંચો: શાંતિથી જંગલમાં બેઠી હતી Tigress અને થયું કંઈક એવું કે… Viral Video જોઈને થશો ઈમોશનલ…
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં માયા તળાવ પર પાણી પીવા આવી હગોવાનું દેખાય છે. પાણી પીધા બાદ અચાનક માયાની નજર તેની મૂવમેન્ટને કેદ કરી રહેલાં કેમેરા તરફ જાય છે અને બસ પછી તો પૂછવું જ શું, માયા પણ જાણે કેમેરામેનને હેલો કહી રહી હોય એમ પોતાના પંજા લોકો સામે હલાવવા લાગે છે.
ફોટોગ્રાફર ગિરીએ વીડિયો શેર કરતાં લખ્યું છે કે વાઘણ અમને રોયલ વેવ આપતી વખતે. આ વીડિયો અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે અને લોકો આ વીડિયો પર કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આવેલું તાડોબા અંધારી ટાઈગર રિઝર્વ વાઈલ્ડલાઈફ લવર્સ માટે હંમેશાથી એક ટાઈગર પેરેડાઈઝ રહ્યું છે. અનેકે સેલિબ્રિટીઝ પણ વીકએન્ડમાં કે શોર્ટ બ્રેક માટે આ નેશનલ પાર્કની મુલાકાત લેવા માટે આવે છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર (Master Blaster Sachin Tendulkar) પણ અહીં અવારનવાર સફારીનો આનંદ માણવા માટે પહોંચી જાય છે.