સ્પેશિયલ ફિચર્સ

આજનું રાશિફળ (04-10-2023): આજનો દિવસ આ રાશિના જાતકો માટે રહેશે ઉત્તમ, ગણેશજીની રહેશે કૃપા

મેષ: આજનો દિવસ તમારા માટે ખૂશીયોથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રે તમે તમારી મહેનત અને લગનથી સારું સ્થાન પ્રાપ્ત કરશો. લાંબા સમયથી અટકેલું કામ આજે પૂર્ણ થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. તમે કેટલીક વાતો પરિવારના લોકો સાથે શેર કરશો. જો ક્યાંક ફરવા જવાનો પ્લાન હોય તો તમારી વસ્તુંઓની કાળજી રાખજો. નહીં તો તે ખોવાઇ જવાનો અથવા ચોરીનો ડર રહશે. વિરોધીઓની ચાલ સમજવી પડશે નહીં તો મૂશ્કેલી ઊભી થઇ શકે છે.

વૃષભ: આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે. તમારા વધતા ખર્ચા તમારા માટે મૂશ્કેલીઓ ઊભી કરી શકે છે. તમારે ખર્ચા પર કાબૂ લાવવો પડશે. માતાનું આરોગ્ય સાચવજો. સંતાનના અભ્યાસને લગતી સમસ્યાઓને ધ્યાનમાં લઇ તમે આજે તેના શિક્ષક સાથે વાત કરી શકશો. લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો. કોઇ પણ કામ સમઝી વિચારીને કરજો. તમારો કોઇ જૂનો કેસ તમારા માટે માથાનો દુ:ખાવો થઇ શકે છે. વિરોધીઓની ચાલ સમજજો નહીં તો તકલીફ થઇ શકે છે.

મિથુન: આજનો દિવસ તમારા માટે કોઇ મોટી ઉપલબ્ધી લઇને આવશે. જો જોબ બદલવાનું વિચારી રહ્યાં છો તો થોડું થોભી જાવ. સ્પર્ધાત્મક ભાવના રહેશે. તમારા વધતા ખર્ચાઓ પર કાબૂ રાખજો નહીં તો તકલીફ થશે. જરુરી કામોને પ્રાધાન્ય આપશો. તમે કોઇ નવુ વાહન ખરીદશો. તમારી આવક અને જાવકમાં સંતુલન જાળવી રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે.
કર્ક: આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. તમને વડિલોનો સાથ સહકાર મળી રહેશે. આજે તમને કોઇ મોટા લક્ષ્ય પર ચાલવાનો મોકો મળશે. જો તમે કોઇ પ્રવાસનું પ્લાનીંગ કરી રહ્યાં છો તો માતા-પિતાને જાણ કરીને જવું હિતાવહ રહેશે. તમારું કોઇ મોટું લક્ષ્ય પૂર્ણ થશે. અધિકારીઓનો સહકાર મળશે. તમને કોઇ મોટું પદ મળી શકે છે. તમે તમારી માતાને કોઇ વાયદો કર્યો હશે તો તે આજે જરુરથી પૂરો કરજો.

સિંહ: આજનો દિવસ તમારા માટે ભાગ્યની દ્રષ્ટિએ પ્રગતીકારક હશે. દીર્ઘકાલીન યોજનાઓને તમે આગળ વધારી શકશો. પૂણ્ય કાર્યોને કરવાનો મોકો મળશે. જો કોઇ પણ કામ નસિબને ભરોસે કરશો તો તેમા પણ સફળતા મળશે. સાસરી પક્ષથી ધનલાભનો યોગ છે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ધનને લગતી સમસ્યાઓથી છૂટકારો મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઇ ભણવા માંગે છે તેમના માટે સારી તક ઊભી થશે.

કન્યા: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. અજાણ્યા લોકો પર ભરોસો ના રાખતાં. ભાવનાઓ પર નિયંત્રણ રાખજો. લોહીના સંબંધીઓ સાથે પ્રેમ અને લાગણીનું વર્તન રાખજો. સરકારી કામના નિયમો પર યોગ્ય ધ્યાન રાખજો નહીં તો ભૂલ થવાની શક્યતાઓ છે. ધીરજ રાખી આગળ વધશો તો સફળતા ચોક્કસ મળશે. જો તમે કોઇ અજાણી વ્યક્તી સાથે જરુરી માહિતી શેર કરી છે તો આજે તે તેનો દુરઉપયોગ કરી શકે છે.

તુલા: આજના દિવસે તમારું લગ્ન જીવન આનંદમય રહેશે. તમારું કોઇ મહત્વનું કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ પણ વાહન કે જમીનને લગતી યોજનાનો તમે પૂર્ણ લાભ લઇ શકશો. પાર્ટનરશીપમાં કોઇ કામ કરવું ફાયદાકારક રહેશે. વેપારી વર્ગને સારો લાભ થશે. કેટલી પણ વિપરીત પરિસ્થિતી હોય ધીરજ જાળવી રાખજો. મહત્વના કામો હાથ ધરશો. સંપત્તી સંબંધીત કામથી છૂટકારો મળશે. વિદ્યાર્તીઓને ઉચ્ચ અભ્યાસની તક મળશે.

વૃશ્ચિક: આજનો દિવસ નોકરીયાત વર્ગ માટે ઉત્તમ છે. સેવાના કામમાં ભાગ લેવાનો મોકો મળશે. મહત્વના વિષયો પર ખાસ ધ્યાન આપજો. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા લોકોને કોઇ સારા સમાચાર મળશે. લેવડ-દેવડમાં સ્પષ્ટતા રાખજો. વેપારીઓને જો કોઇ ધનને લગતો પ્રસ્તાવ મળે તો તેમા ઢીલ ના રાખજો. તમારી માતાને કરેલ વાયદો પૂર્ણ કરજો. સંતાન પાસેથી સારા સમાચાર પ્રાપ્ત થશે.

ધનુ: આજનો દિવસ ઉર્જાવાન રહેશે. તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરી એ તમામ વસ્તુઓ મેળવી શકશો જેની તમને કમી છે. ભાવનાત્મક વિષયો બાબતે સકારાત્મકતા વધશે. તમને મિત્રોનો સાથ મળશે. વ્યસ્તતાને કારણે જીવનસાથીની વાતો પર ધ્યાન નહીં આપો, જેને કારણે તમારી વચ્ચે બોલાચાલી થઇ શકે છે. પૈસાને લગતી બાબતોમાં આંખ અને કાન ખૂલ્લા રાખજો.

મકર: આજનો દિવસ તમારા માટે ઉત્તમ રીતે ફળદાયી રહેશે. પરિવારમાં કોઇ માંગલીક કાર્ય થશે અને તમારા ભૌતિક સુખમાં વધારો થશે. ઉતાવળે કોઇ કામ ન કરતાં નહીં તો મૂશ્કેલી આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં રસ અને આસ્થા વધશે. જરુરી કામોમાં સફળતા મળશે. વેપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. કારણ કે તમને જે કામ પૂર્ણ થવાની આશા હતી તે આજે પૂરું થશે.

કુંભ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. જરુરી કામોને ગતી મળશે. તમે પરિવારના વ્યક્તિગત વિષયો પર ખાસ ધ્યાન આપશો. તમારે આળસ ખંખેરી આગળ વધવું પડશે નહી તો તકલીફ થઇ શકે છે. કોઇ પણ જરુરી જાણકારીને લીક ન થવા દેતાં. પાર્ટનરશીપમાં કામ કરવું યોગ્ય રહેશે. જો તમે કોઇ નવું વાહન ખરીદવાની ઇચ્છા રાખો છો તો થોડો સમય વધુ રોકાઇ જજો. માતા-પિતાના આશિર્વાદથી તમારું કોઇ અટકેલું કામ પૂર્ણ થશે.

મીન: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે આજે સંતાનને સંસ્કારોના પાઠ ભણાવશો. જો તમે કોઇને કોઇ વાયદો કર્યો છે તો આજે તે પૂરો કરજો. નહીં તો એ વ્યકતી તમારાથી નારાજ થશે. જીવનસાથીના બિઝનેસમાં કોઇ સમસ્યા આવે તો તમારે તે માટે તમારા પિતા સાથે વાત કરવી પડશે. પરિવારમાં માન-સન્માન પ્રાપ્ત થતાં તમારો દિવસ આનંદદાયક રહેશે. તમારા ખર્ચા વધી શકે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button