સ્પેશિયલ ફિચર્સ

આજે અક્ષય તૃતીયાના અવસરે માત્ર 1 રૂપિયામાં 24 કેરેટ Gold ખરીદવાનો મોકો, જાણો કેવી રીતે ખરીદશો

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. પરંતુ આજકાલ સોનાના ભાવ આસમાને છે, તેથી સામાન્ય લોકો માટે તો સોનું ખરીદવું એ ગજા બહારની વાત થઇ ગઇ છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ.71,500 પર પહોંચી ગઈ છે. પરંતુ તમે 1 રૂપિયામાં 24 કેરેટ સોનું ખરીદી શકો છો. અહીં કેટલાક વિકલ્પો છે જ્યાંથી 24 કેરેટ સોનું માત્ર 1 રૂપિયામાં ખરીદી શકાય છે.

અમે વાત કરી રહ્યા છીએ ડિજીટલ ગોલ્ડની. 1 રૂપિયામાં સોનું ખરીદવા માટે તમારે કોઈ જ્વેલરી શોપમાં જવાની જરૂર નથી, બલ્કે તમે ઘરે બેસીને ડિજિટલી સોનું ખરીદી શકો છો. જોકે, તમારે કેટલું સોનું ખરીદવું તે તમારા પર નિર્ભર છે. ડિજિટલ સોનાની કિંમત (ડિજિટલ ગોલ્ડ રેટ) બુલિયન બજારની કિંમત જેટલી જ છે. આ સોનું તમારા વોલેટમાં ડિજીટલી રીતે જમા કરવામાં આવે છે, જે તમે ઇચ્છો ત્યારે ખરીદી અને વેચી શકો છો.

તો હવે જાણી લઇએ કે આ ડિજિટલ સોનું ક્યાંથી ખરીદી શકાય. ભારતમાં MMTC-PAMP India Pvt. Ltd, Augmont Gold Ltd જેવી કંપનીઓ ડિજિટલ સોનું ખરીદવાનો વિકલ્પ આપે છે. આ સિવાય ગૂગલ પે અને ફોનપે જેવી લોકપ્રિય એપ દ્વારા પણ ડિજિટલ સોનું ખરીદી શકાય છે. આ પછી તમે જ્યારે ઇચ્છો ત્યારે તેને વેચી શકો છો. વેચાણ કર્યા પછી પ્રાપ્ત થયેલ વળતર તમારા ખાતામાં મોકલવામાં આવશે.

જો તમે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવા જઈ રહ્યા છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સોનાનું હોલમાર્કિંગ ચેક કરવું જોઈએ. ઉપરાંત, BIS કેર એપ્લિકેશન પર HUID નંબર દાખલ કરીને, તમે તે સોનાની શુદ્ધતા, જ્વેલર્સની વિગતો અને અન્ય વસ્તુઓ વિશે માહિતી મેળવી શકો છો. આ સિવાય જ્વેલર્સની દુકાનો પર બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડનો લોગો પણ ચેક કરવો જોઈએ.

આજે બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું ભાવ 71500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 65500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. બુલિયન માર્કેટમાં 750 શુદ્ધતાના સોનાની કિંમત 53,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય 585 શુદ્ધતાનું સોનું 41900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઇ રહ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button