ટોપ ન્યૂઝધર્મતેજનેશનલ

Akshay Trutiya : આજે ‘વણજોયું મુર્હત’ : જાણો પવિત્ર દિવસ અક્ષય તૃતીયા અથવા અખાત્રીજનું શું છે મહત્વ…..

વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયા અથવા અખા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસને હિંદુ અને જૈન ધર્મમાં ખુબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને પોતાની ઉચ્ચા રાશિમાં બિરાજે છે આથી તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. બંનેની સયુંકત કૃપાનું ફળ પણ ઘણું અખૂટ હોઈ છે.

આ દિવસે જે કામ કરવામાં આવે તેને અક્ષય ફળ મળતું હોવાથી અક્ષય તૃતીયા કહેવાય છે. આ દિવસે કોઈ વસ્તુની ખરીદી કરવી અથવા ધર્માદાના કર્યો કરવાનું ખુબ જ મહત્વ રહેલું છે. આજના દિવસે સોનું ખરીદવાને ખુબ શુભ મનાય છે. કારણ એ આથી ધન કમાવવાનું અને દાન કરતા રહેવાનું પુણ્ય અખૂટ રહે છે.

અક્ષય તૃતીયાનું મહત્વ તમે જાણો છો ?

અક્ષય તૃતિયાને વર્ષનો સૌથી મહત્વનો દિવસ ગણવામાં આવે છે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ભારતીય પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે જ સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઇ હતી આથી પુરાણોમાં આ તિથીને યુગાદિ તિથી પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ આ જ દિવસે નર નારાયણનો અવતાર લીધો હતો. તો આ જ દિવસે ભગવાન ગણેશ દ્વારા મહાભારત મહાકાવ્ય લખવાની શરૂઆત કરવામાં આવી હતી તેમજ આ જ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો.

આ જ દિવસે માતા ગંગાનું ભગવાન વિષ્ણુના ચરણમાં પ્રાગટ્ય થયું હતું. બદ્રીનાથજીના કપાટ પણ આજે જ ખુલે છે. વૃંદાવનમાં બાંકે બિહારીજીના ચરણ દર્શન આજે જ થાય છે. આ દિવસ વણજોયું મુર્હત ગણાય છે. આ દિવસે કોઈપણ કાર્ય કઈ વિચાર કર્યા વિના શરુ કરી શકાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…