Smriti Iraniને 24 કલાકમાંથી 20 કલાક કામ કરવાની તાકાત આપે છે આ સુપરફૂડ
સ્મૃતિ ઈરાની રાજકારણમાં સક્રિય છે અને તે ભાજપની સરકારમાં કેબિનેટ મિનિસ્ટર છે. તેમનું વર્ક શેડ્યુલ ખૂબ જ બિઝી રહે છે અને તેઓ 24 કલાકમાંથી 20 કલાક કામ કરે છે. કામના પ્રેશર અને બિઝી રહેવાને કારણે સ્મૃતિ ખાવાનું પણ સ્કીપ કરે છે. તેઓ સવારના માત્ર કોફી કે જ્યૂસ પીવે છે અને પછી આખો દિવસ કંઈ જ ખાતા નથી. હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે તો પછી તેમને આખો દિવસ આટલું કામ કરવાની એનર્જી ક્યાંથી મળે છે? ચાલો આજે એના વિશે જણાવીએ.
એક વેબ પોર્ટલને સ્મૃતિ ઈરાનીએ આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે ખુદ આ વાતનો ખુલાસો કર્યો હતો. સ્મૃતને જ્યારે એની ફિટનેસને લઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું મારી ફિટનેસ પર બિલકુલ જ ધ્યાન નથી આપતી. જ્યારે તમે દિવસના 20-20 કલાક કામ કરતા હોવ તો પછી તમારે રિયાલિસ્ટિક થવું જ પડે.
આ બધા વચ્ચે કાં તો તમે તમારા લૂક્સ પર ધ્યાન આપી શકો છો કે પછી કાં તો તમે હેલ્થ પર, ફેમિલી કે પેરેન્ટ્સ બાળકો પર ધ્યાન આપી શકશો. મેં મારી જવાબદારીઓ પૂરું કરવાનું નક્કી કર્યું હતું. મારી પાસે સમય જ નથી હોતો, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આગળ તેમણે જણાવ્યું હતું કે ઘણા લોકોને લાગે છે કે મારા વધતા વજનનું કારણ છે હું ઘણું બધું ખાઉં છું. પણ હકીકત અલગ જ છે. હું આખો દિવસ કંઈ ખાતી જ નથી. હું સવારે ખાલી બ્લેક કોફી કે ચા પીવું છું. જે દિવસે હું ડાયેટ કરું છું એ દિવસે હું આમળા, કાકડી, ખીરા, બીટ, આદુ, સંતરા અને ગાજરનું જ્યુસ પીવું છું. આ સિવાય હું ડ્રમસ્ટિક એટલે કે સરગવાની સિંગ, લાલ મસુરની દાળ, આદુ, કાંદા, ટામેટાંને ઉકાળીને સૂપ બનાવીને પીવે છે. જેનાથી તેમને આખો દિવસની કામ કરવાની તાકાત આપે છે.