આ રીતે પોતાના જોડિયા બાળકોને સ્કુલે લેવા પહોંચી Isha Ambani… વીડિયો થયો વાઈરલ…

Isha Ambani નામ જ પૂરતું છે કોઈ પણ વિશેષ પરિચયની જરૂર જ નથી. Mukesh Ambani-Nita Ambaniની લાડકવાયી Isha Ambani પોતાના વૈભવી જીવનશૈલી અને ફેશનસેન્સને કારણે તો ચર્ચામાં રહે જ છે પણ હાલમાં Isha Ambani લાઈમલાઈટમાં આવી છે એના બંને બાળકોને કારણે.
ઈશા અંબાણી એક કુશળ બિઝનેસવુમન તો છે જ પણ એની સાથે સાથે જ તે એક સારી માતા પણ છે. ઈશા પોતાના ટવીન્સ બાળકો આદિયા અને કૃષ્ણાનો ઉછેર પણ સારી રીતે કરે છે. ગઈકાલે જ આદિયા અને કૃષ્ણાનો સ્કુલનો પહેલો દિવસ હતો અને ઈશા અને આનંદ બંને જણ તેમને સ્કુલ મૂકવા ગયા હતા. એ સમયે ઈશાની સાદગીએ લોકોના દિલ જિતી લીધા હતા.
હાલમાં જ ઈશાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે આદિયા અને કૃષ્ણાના સ્કુલની બહાર આતુરતાપૂર્વક બંનેની રાહ જોતી જોવા મળી રહી છે. બંને બાળકોને લેવા ગયેલી ઈશાનો આ સિમ્પલ અને ક્યુટ લૂક લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ સમયે ઈશાએ પોતાની યુનવર્સિટી યેલ યુનિવર્સિટીનું ટી શર્ટ પહેર્યું હતું. સફેદ રંગના આ લૂઝ ટી-શર્ટને તેણે બ્લ્યુ લેગિંગ્સ સાથે પેરઅપ કર્યું હતું. વાત કરીએ એના ફૂટવેરની તો તેણે પિંક અને વ્હાઈટ કલરના સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા.
એના પહેલાં દિવસે સ્કૂલે મુકવા ગયેલી ઈશા અંબાણીએ બ્લ્યુ વાઈડ લેગ જિન્સ અને વ્હાઈટ અને બ્લેક રંગની રાઉન્ડ નેક સ્ટ્રાઈપ્ડ ટી-શર્ટ પહેર્યું હતું. ઈશાનો આ લૂક પણ ખૂબ વાઈરલ થયો હતો.
પતિ આનંદ સાથે ઈશા જ્યારે બાળકોને પહેલાં દિવસે શાળા મૂકવા ગઈ ત્યારે તેણે એક સિમ્પલ કૂર્તી પહેરી હતી અને ફેન્સને તેનો આ લૂક પણ ખૂબ જ પસંદ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની સાદગીના વખાણ કરતાં થાકી નથી રહ્યા.