આ વ્યક્તિએ કર્યું એન્ટિલિયા ખાતે Radhika Merchantનું Grand Welcome…

અંબાણી પરિવાર (Ambani Family)ના લાડકવાયા કાનકુંવર અનંત અંબાણી (Anant Ambani)એ ગઈકાલે દેશ-વિદેશના મહેમાનોની હાજરીમાં પોતાની લેડી લવ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સાથે લગ્ન કરી લીધા અને બંને જણ હંમેશા માટે એકબીજાના હમસફર બની ગયા.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હોલીવૂડ-બોલીવૂડ, પોલિટિક્સ અને સ્પોર્ટ્સના અનેક મોટા મોટા દિગ્ગજ્જોએ હાજરી આપી હતી. દરમિયાન પિતાના ઘરથી રાધિકા હવે પિયુના ઘરે પહોંચી ગઈ છે ત્યારનો એક વીડિયો સેશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અંબાણી પરિવારમાં રાધિકાનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ચાલો જોઈએ આખરે નવા ઘરમાં કોણે રાધિકાને વેલકમ કરી-
લગ્ન બાદ નવી નવેલી દુલ્હન રાધિકા પતિ અનંત સાથે પોતાના સાસરે પહોંચી હતી અને કહેવાની જરૂર ખરી કે અંબાણી પરિવારે બંને હાથે નવી વહુને આવકારી હતી? અંબાણી પરિવારના મોટા દીકરા અને વહુરાણી એટલે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા (Aakash Ambani-Shloka Maheta)એ રાધિકા મર્ચન્ટનું તિલક લગાવીને ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. આ દરમિયાન ન્યુલી વેડ કપલ પર ભરપૂર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અંબાણી પરિવારની કેટલીક પરંપરાઓ જેના પર દરેક મહિલાને થશે ગર્વ
અંબાણી પરિવારની પ્રિન્સેસ ઈશા અંબાણીએ પણ નાના ભાઈ આકાશ અને ભાભી રાધિકાનું સ્વાગત કર્યું હતું. રાધિકાના ચહેરા પર પણ સાસરે થયેલાં આ ગ્રાન્ડ વેલકમની ખુશી સ્પષ્ટણે જોઈ શકાય છે. જેટલા શાહી અંદાજમાં અંબાણી પરિવારે પોતાની નાની વહુનું સ્વાગત કર્યું છે એ જોઈને જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ છે.