સ્પેશિયલ ફિચર્સસ્પોર્ટસ

આ ક્રિકેટરે ખરીદ્યું નાલાસોપારામાં ઘર, વિરાર લોકલમાં પ્રવાસ કરવા આપી સ્પેશિયલ ટિપ્સ…

મુંબઈ લોકલમાં પ્રવાસ કરવો એટલે કંઈ ખાવાનું કામ નથી અને એમાં પણ વિરાર લોકલમાં પ્રવાસ કરવા માટે તો તમારી પાસે ખાસ ટેલેન્ટ હોવું જોઈએ. અત્યારે આખી દુનિયા પર ક્રિકેટ વર્લ્ડકપ-2023નો ખુમાર છવાયેલો છે અને આ બધા વચ્ચે જ એ ક્રિકેટરે નાલાસોપારામાં ઘર ખરીદ્યું છે. એટલં જ નહીં આ ખેલાડીએ તો લોકોને વિરાર લોકલમાં પ્રવાસ કરવાની નિન્જા ટેક્નિક પણ જણાવી છે. આ ખેલાડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ કોણ છે આ ખેલાડી અને શું છે એની ટિપ્સ…

નાલાસોપારામાં ઘર લેનાર ક્રિકેટર ભારતીય ટીમનો નહીં પણ દક્ષિણ આફ્રિકાની ટીમનો છે અને તેનું નામ છે કગિસો રબાડા. રબાડાએ ફાસ્ટ બોલર છે. રબાડાએ ખુદ આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે તેણે નાલાસોપારામાં ઘર ખરીદ્યું છે અને તે વિરાર લોકલમાં પ્રવાસ કરે છે. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તમે પણ ના જોયો હોય તો જોઈ લો આ વાઈરલ વીડિયો…

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં રબાડા બે યુવક સાથે વાત કરતો જોવા મળે છે અને આ બે યુવકો રબાડે જણાવે છે કે તેઓ સાઉથ મુંબઈમાં રહે છે. પરંતુ આ યુવકો ખોટું બોલી રહ્યા છે રબાડા જાણી લે છે અને તે તેમને કહે છે કે મને ખબર છે કે તમે વિરારમાં રહો છો. આ વાત સાંભળીને બંને જણ ગૂંચવાઈ જાય છે. બંને જણ વિરાર લોકલમાં કઈ રીતે પ્રવાસ કરવો એવો અઘરો સવાલ રબાડાને કરે છે.

રબાડા આ અઘરા સવાલનો જે જવાબ આપે છે એ ખરેખર સાંભળવાલાયક છે અને આ વીડિયો જોઈને તમે તમારું હસવાનું રોકી શકશો નહીં. રબાડા આ યુવકોને જણાવે છે કે બેગ આગળ લઈને ટ્રેનમાં કઈ રીતે પ્રવાસ કરવો એ સંભળાવે છે. આખરે આ બંને જણ હારી જાય છે.

બંને જણ રબાડાને પુછે છે કે તમને કેવી રીતે ખબર પડી કે અમે લોકો વિરાર રહીએ છીએ? આ સવાલના જવાબમાં રબાડા જણાવે છે કે હું નાલાસોપારામાં રહું છું. હકીકતમાં તો આ વીડિયો એક મીમ તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ તેના પર એકથી એક ચઢિયાતી કમેન્ટ્સ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય જોઈ લો…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…