સ્પેશિયલ ફિચર્સ

સોનાના બટનવાળો સ્લીવલેઝ ડીપનેકવાળા આઉટફિટમાં Ambani Familyની આ લેડીઝે…

અંબાણી પરિવાર (Ambani Family)નું મહિલા મંડળ સતત પોતાની લાઈફસ્ટાઈલ અને ફેશન સ્ટેટમેન્ટને કારણે ચર્ચામાં આવતું રહે છે અને એમાં પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લાડકવાયી ઈશા અંબાણી (Isha Ambani) બિઝનેસ હોય કે સ્ટાઈલ દરેકમાં એકદમ અવ્વલ છે. ફેશનથી લઈને બિઝનેસ બંનેમાં ઈશા લોકોને પોતાના કાયલ બનાવે છે.

હાલમાં જ ઈશાને હારપર્સ બઝાર આઈકન ઓફ ધ યરના ખિતાબથી નવાજવામાં આવી હતી અને ઈશા જ્યારે આ એવોર્ડ લેવા પહોંચી ત્યારે તેના આઉટફિટ અને અંદાજે ફરી એક વખત લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું ઈશાએ-

આપણ વાંચો: રાજસ્થાનમાં જુઓ ઈશા અંબાણીના સાસરિયાંની પૈતૃક હવેલી

વાત જાણે એમ છે કે ઈશા અંબાણી એવોર્ડ લેવા પહોંચી ત્યારે લોકો તેના લૂકને જોતા જ રહી ગયા હતા. ઈશાએ આ સ્પેશિયલ ડે માટે schiaparelli બ્રાન્ડનો આઉટફિટ પસંદ કર્યો હતો. આ આઉટફિટમાં ઈશા ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અને બ્યુટીફૂલ લાગી રહી હતી. ઈશાએ આઈવરી કલરનો આઉટફિટ કલરનો ટોપ અને બ્લેક કલરનું સ્કર્ટ પહેર્યું હતું.

ઈશાના આ સ્લીવલેસ અને ડીપનેક ફિટેડ ટોપે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ ટોપમાં ગોલ્ડન ચેન લિંક્ડ સ્ટ્રેપ્સ લગાવવામાં આવી હતી, જે આ આઉટફિટને સુંદર બનાવી રહી હતી. એટલું જ નહીં પણ અંબાણી પરિવારની પ્રિન્સેસના ટોપમાં એસ લખેલા સોનાના બટન લગાવવામાં આવ્યા હતા, જે આ આઉટફિટને રોયલ ટચ આપી રહ્યા હતા.

આ ડ્રેસમાં બે મોટા વેલ્ટ પોકેટ અને પાછળ બિજોક્સ બટનની સાથે એક એડજસ્ટેબલ ટેબ પણ લગાવવામાં આવી હતી. આ શાનદાર ટોપની કિંમત 4,11,147 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ ડિઝાઈનર સ્કર્ટને કટ આઉટ્સ અને કોપર પિયરસિંગથી સજાવવામાં આવ્યો હતો અને એની કિંમત 5,02, 513 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. ઈશાએ પોતાના આ લૂકને મોટા ગોલ્ડ સ્ટડ્સ ઈયરરિંગ્સ પહેરીને કમ્પલિટ કર્યો હતો. આ આઉટફિટ સાથે મિનિમલ મેકઅપની સાથે ખુલ્લા વાળમાં ઈશા કોઈ બોલીવૂડ એક્ટ્રેસથી કમ નહોતી લાગી રહી…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button