ધર્મતેજરાશિફળસ્પેશિયલ ફિચર્સ

ત્રણ દિવસ બાદ કુંભમાં થશે શુક્રનું ગોચર, આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહ નિર્ધારિત સમય પર ગોચર કરે છે અને એના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. ગ્રહોના આ ગોચરની તમામ રાશિ પર સારી-નરસી અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવા જ એક ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ… ત્રણ દિવસ બાદ એટલે કે સાતમી માર્ચના એક મહત્ત્વનું ગોચર થવા જઈ રહ્યું છે. જે અમુક રાશિઓ માટે શુકનિયાળ સાબિત થવા જઈ રહ્યું છે.

મુંબઈના એક પ્રખ્યાત જ્યોતિષીના જણાવ્યા અનુસાર સામી માર્ચના સવારે 10.30 કલાકે શુક્ર શનિદેવની રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. હાલમાં શુક્ર મકર રાશિમાં બિરાજમાન છે અને કુંભમાં તેના ગોચરની સાથે સાથે જ શુક્ર અને શનિની યુતિ થઈ રહી છે. આ યુતિની 12-12 રાશિના જાતકો પર શુભ અસર જોવા મળી શકે છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે…

તુલા રાશિના જાતકો માટે શુક્રનું ગોચરને કારણે ફાયદો થઈ રહ્યો છે. શનિની રાશિમાં શુક્રનું ગોચર સફળતાની પ્રાપ્તિ થશે. કામના સ્થળે પ્રગતિના દ્વાર ખુલી રહ્યા છે. સિનિયર્સનો ભરપૂર સહયોગ મળી રહ્યો છે અને તમારા કામથી તેઓ ખુશ પણ થશે. ધનલાભના યોગ બની રહ્યા છે, જેને કારણે આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સુધારો થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમને નવી નવી તક મળી શકે છે, જેને કારણે ભવિષ્યમાં સારા પરિણામો મળી રહ્યા છે.

કુંભ રાશિના જાતકો માટે પણ શુક્રનું આ રાશિ પરિવર્તન શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. નોકરી શોધી રહેલાં લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આર્થિક તંગીમાંથી મુક્તિ મળી શકે છે, કારણ કે આવકના નવા નવા સ્રોત ઊભા થઈ રહ્યા છે. જો તમારું મન અશાંત છે અને નેગેટિવ વિચારો તમને હેરાન-પરેશાન કરી રહ્યા છે તો તેમાંથી રાહત મળી રહી છે. વડીલોના આશિર્વાદ લઈને કોઈ પણ કામ કરશો તો ચોક્કસ સફળતા મળી રહી છે.

મીન રાશિના લોકો માટે શનિની રાશિ કુંભમાં શુક્રનું ગોચર લાભદાયી સાબિત થઈ રહ્યું છે. વેપાર કરી રહેલાં લોકો માટે આ સમય સારો છે. કામના સ્થળે પણ તમારું પ્રમોશન થઈ શકે છે. રોકાણ કરવા માટે સારો સમય છે, કારણ કે એનાથી ફાયદો થઈ રહ્યો છે. તમે કરેલાં કામની પ્રશંસા થઈ રહી છે. કોઈ કામમાં જો લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો હતો તો તેમાં સફળતા મળી રહી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button