તમને પણ આવ્યો છે આવો Alert SMS? જાણી લો શું છે આ પાછળનું લોજિક…

આજકાલ સ્માર્ટ ફોન એ રોજબરોજના જીવનનો મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. આ ફોન પર જ મોટાભાગના કામ થઈ જતા હોય છે. જોકે, હાલમાં લોકોના ફોનમાં ટેસ્ટ એલર્ટના નામે એક એસએમએસ આવી રહ્યો છે.
જોકે, આ મેસેજ તમારા ફોનમાં આવનારા બાકી ટેક્સ્ટ મેસેજ કરતાં અલગ હોય છે. જો તમને પણ આ મેસેજ આવ્યો હોય તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચી જવા જેવો છે. ચાલો જાણીએ શું છે આ મેસેજનો અર્થ…
મોબાઈલ પર આવી રહેલાં આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે આ ટેસ્ટ સેલ બ્રોડકાસ્ટ મેસેજ છે, જેને ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા મોકલાવવામાં આવ્યો છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે આ મેસેજ પર કોઈ એક્શનની જરૂર નથી. આ મેસેજ અનેક જણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. હાલમાં આ મેસેજને ઈગ્નોર કરવું જોઈએ.
આપણ વાંચો: વિન્ડોઝ યુઝર્સ થઈ જાવ એલર્ટ, ડેટા પર સાયબર એટેકનો ખતરો
જોકે, આ પ્રકારના એલર્ટ મેસેજ વિશે વાત કરીએ તો આ પ્રકારના મેસેજ લોકોને ઈમર્જન્સીમાં એલર્ટ કરવા માટે ટેસ્ટ કરવામાં આવે છે, કોઈ પણ મુસીબતના સમયે તમને સરકાર આવા મેસેજ મોકલાવીને જરૂરી માહિતી કે એલર્ટ કરી શકે છે.
જોકે, આ પહેલી વખત નથી કે આ પ્રકારના મેસેજ મોકલવામાં આવ્યા હોય. આ પહેલાં 2023માં આ પ્રકારના મેસેજ મોકલાવીને સેલ બ્રોડકાસ્ટ મેસેજ ટેસ્ટ શરૂ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં કોઈ ઈમર્જન્સી નથી.
આપણ વાંચો: ગુજરાતમાં કોરોના ફરી સક્રિય: સુરતમાં નવા બે કેસ, આરોગ્ય તંત્ર એલર્ટ…
સરકાર દ્વારા આ પ્રકારના મેસેજ ખાલી ટેસ્ટ કરવા માટે મોકલાવવામાં આવી રહ્યા છે. શક્ય છે કે કોઈ મુશ્કેલીના સમયમાં સરકાર આ પ્રકારના બ્રોડકાસ્ટ મેસેજનો ઉપયોગ કરીને એક સાથે વધુને વધુ લોકો સુધી પહોંચી શકે છે.
જો તમને ખ્યાલ હોય કો આવા ફીચરનો ઉપયોગ આપણે ઈરાન અને ઈઝરાયના યુદ્ધમાં જોયો હતો. આ સમયે કોઈ પણ હુમલાની જાણકારી નાગરિકોને એલર્ટના માધ્યમથી મળી જતી હતી. આવું જ રકામ ભારતમાં સેલ બ્રોડકાસ્ટ મેસેજના માધ્યમથી કરવામાં આવ્યું છે. આ પ્રકારે તમને કોઈ ઈમર્જન્સીની સ્થિતિની જાણકારી સરળતાથી મળી જશે.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે આ માહિતી શેર કરો અને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.