શિકારી ખુદ યહાં શિકાર હો ગયાઃ સમુદ્ર કિનારે આરામ ફરમાવી રહ્યો હતો મગરમચ્છ અને…

કુદરતનો નિયમ કઠોર હોય છે અને અહીં શિકારી ખુદ શિકાર બની શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક મગરમચ્છ સમુદ્ર કિનારે મરવાનું નાટક કરી રહ્યો હતો, પરંતુ એક શાર્કે તેને જીવતો ચબાવીને તેના જીવનનો અંત લાવી દીધો હતો. જો તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે એક મગરમચ્છ સમુદ્ર કિનારા પર રેતીમાં ઉંધો પડ્યો છે. તે ખૂબ જ સ્થિર છે અને એને જોઈને એવું લાગે છે કે કાં તો તે મરી ગયો છે કે પછી તે બેહોશ છે. તેનું માથુ પાણીની અંદર અને શરીરનો બાકીનો હિસ્સો પાણીની બહાર છે. પરંતુ કહાનીમાં ટ્વીસ્ટ અહીં આવે છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક શાર્ક મગરમચ્છની નજીક આવતી દેખાય છે અને તે કંઈ પણ સમજાય કે વિચારી શકાય એની પહેલાં જ મગરમચ્છને પોતાના દાંતો વચ્ચે પકડી લે છે અને તેને પાણીની અંદર ખેંચીને લઈ જાય છે. મગરમચ્છ છટપટાવવા લાગે છે પણ શાર્ક તેને છોડતી નથી અને તે વારંવાર હુમલો કરે છે અને મગરમચ્છને જીવતો ચબાવી જાય છે. આ ભયંકર દ્રશ્ય જોઈને કોઈ પણ કાંપી ઉઠે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો @AMAZINGNATURE નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને તેના પર જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પ્રકૃતિનો નિયમ ખૂબ જ સ્પષ્ટ છે કે અહીં તાકાતવાર જ ટકી શકે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે મગરમચ્છને લાગ્યું કે તે મરવાનું નાટક કરીને બચી જશે, પણ શાર્કે તો એની સ્ક્રિપ્ટ જ બદલી નાખી. મળતી માહિતી મુજબ આ ઘટના ઓસ્ટ્રેલિયાના એક સમુદ્ર કિનારા પર બની હતી જ્યાં શાર્ક અને મગરમચ્છનો આમનોસામનો ખૂબ જ સામાન્ય બાબત છે.