શું તમારી ચાની ગળણી કાળી પડી ગઈ છે? આ રીતે કરજો સફાઈ, થઈ જશે ચકાચક...
સ્પેશિયલ ફિચર્સ

શું તમારી ચાની ગળણી કાળી પડી ગઈ છે? આ રીતે કરજો સફાઈ, થઈ જશે ચકાચક…

Tea strainer cleaning tips: એવા બહુ ઓછા વ્યક્તિ હશે, જેને ચા પસંદ નહીં હોય. મોટાભાગે દરેકના ઘરે ચા બનતી હોય છે. જોકે, ચા બનાવ્યા પછી ગૃહિણીઓને તેના વાસણ ઘસવામાં કેટલીક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે.

જે પૈકીની એક મુશ્કેલી ચાની ગળણી સાફ કરવાની છે. લાંબો સમય ઘસવા છતાં ચાની ગળણીમાંથી ચાની પત્તી સાફ થતી નથી. તેથી સમય જતાં તેની જાળી કાળી પડી જાય છે.

ચાની ગળણી ચમકાવવાની સરળ ટિપ્સ
ચાની ગળણી ચમકાવવા માટે અમે એક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છે. જેમાં તમારી ગળણી વધારે ઘસ્યા વગર ચકાચર સાફ થઈ જશે. મોટાભાગના ઘરોમાં સ્ટીલની ગળણીનો ઉપયોગ થાય છે. આ ગળણીને બહુ સરળતાથી સાફ કરી શકાય છે. ગેસની સગડી ચાલું કરો. ત્યારબાદ તેના પર ગળણીનો જાળીવાળી ભાગ આગ પર રાખો.

આવું કરવાથી જાળીના છીદ્રોમાં ફસાયેલી ચા પત્તીના ટુકડા સળગવા લાગશે. જ્યારે ગળણી લાલ રંગની થવા માંડે ત્યારે સગડી બંધ કરી દો. ગળણી થોડી ઠંડી પડે પછી તેને સ્ક્રબરની મદદથી સાફ કરીને ધોઈ લો. બળી ગયેલી ચા પત્તી સરળતાથી જાળીની બહાર નીકળી જશે.

સફાઈમાં કામ લાગશે ઘરેલુ વસ્તુઓ
સ્ટીલની ગળણી સિવાય ઘણા લોકો પ્લાસ્ટિકની ગળણીનો પણ ઉપયોગ કરતા હોય છે. પ્લાસ્ટિકની ગળણીને સગડીવાળા ઉપાયથી સાફ કરી શકાશે નહીં. તેને સાફ કરવા માટે તમારું ટુથબ્રશ, વાસણ ઘસવાનો સાબુ અને ખાવાનો સોડા કામ લાગશે.

ટુથબ્રશ પર વાસણ ઘસવાનો સાબુ લગાવો અને ગળણીના છિદ્રો પર બેકિંગ સોડા લગાવીને થોડીવાર માટે તેને છોડી દો. ત્યારબાદ બ્રશ વડે ગળણીને સાફ કરો. તેના છિદ્રો ખુલીને સાફ થઈ જશે.

ઉપરોક્ત ઉપાયો સિવાય તમે લીંબુ, વિનેગાર અને બેકિંગ સોડાનું દ્રાવણ તૈયાર કરીને પણ ગળણી સાફ કરી શકો છો. દ્રાવણ તૈયાર કરી ગળણીને તેમા થોડીવાર માટે મૂકી દો. જેનાથી જાળીના છિદ્રોમાં ફસાયેલી ગંદકી નીકળી જશે. ત્યારબાદ તેને સ્ટીલના કૂચા અને ટુથબ્રશ વડે સાફ કરી દો. આ રીતે ગળણીને અઠવાડિયામાં એકવાર સાફ કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો…બ્લેક કોફી પીવાના ફાયદા: વજન ઘટાડવાથી લઈને સ્ટ્રેસ દૂર કરવામાં કરે છે મદદ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button