સાકરના ઉત્પાદકોએ આપ્યા ગૂડ ન્યુઝ, મહિનાના અંતમાં આટલા લાખ ટન સાકરના ઉત્પાદનનું ટાર્ગેટ

પુણેઃ રાજ્યમાં સાકરની સિઝન હવે અંતિમ તબક્કામાં છે. ગુરુવારે 14મી માર્ચના રાજ્યમાં 968 લાખ ટન શેરડી પર પ્રક્રિયા કરીને 100 લાખ ટન સાકરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનાામાં સિઝન પૂરી થતાં સુધીમાં 105 લાખ ટન સાકરનું ઉત્પાદન થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે 14મી માર્ચ સુધી રાજ્યના 103 ખાનગી અને 104 સહકારી તેમ જ 207 સાકર કારખાના એક દિવસના સરેરાશ સાડાઆઠથી નવ લાખ ટનની ક્ષમતાથી 986.52 લાખ ટન શેરડીમાંથી સાકર બનાવવામાં આવી હતી.
સાકરના ઉત્પાદનમાં કોલ્હાપુર વિભાગે 26 લાખ ટન ઉત્પાદન સાથે ટોપ કર્યું છે અને ત્યાર બાદ પુણેમાં 21 લાખ ટન, સોલાપુરમાં 19 લાખ ટન, નગરમાં 12 લાખ ટન, છત્રપતિ સંભાજીનગરમાં આઠ લાખ ટન, નાંદેડ વિભાગમાં 11 લાખ ટન, અમરાવતીમાં આઠ હજાર ટન અને નાગપુરમાં બે ટજાર ટન સાકરનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં અત્યારની સિઝનમાં 207 કારખાના શરૂ હતા અને એમાંથી આજની તારીખમાં 43 કારખાના બંધ પડ્યા છે અને 164 કારખાનામાં આજે પણ કામ ચાલી રહ્યું છે. માર્ચના અંતમાં સિઝન પૂરી થઈ જશે. સિઝનની શરૂઆતમાં 90 લાખ ટન સાકરનું ઉત્પાદન થશે એવો અંદાજો વ્યક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ સતત વરસાદને કારણે સાકરના ઉત્પાદમાં વૃદ્ધિ થઈ હતી અને 100 લાખ ટનનો તબક્કો પાર કર્યો છે. માર્ચના અંતમાં આ પ્રમાણ વધીને 105 લાખ ટન થશે, એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.