વારંવાર ફોનમાં દેખાતી એડ્સથી છો પરેશાન? કરી લો આ ખાસ કામ…
![Stop annoying ads on smartphone](/wp-content/uploads/2025/02/Stop-annoying-ads-on-smartphone.webp)
આજકાલ દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનને કારણે જાણી આખી દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ હોય એવું લાગે છે. પરંતુ આ સ્માર્ટફોન જ ક્યારેક તમારી માટે મુશ્કેલીનું કારણ બની જાય છે.
ઘણી વખત આ સ્માર્ટફોનમાં એટલી બધી એડ્સ જોવા મળે છે કે કોઈ પણ માણસ કંટાળી જાય. જો તમે પણ વારંવાર જોવા મળતી એડ્સથી પરેશાન છો તો આ સ્ટોરી તમારા માટે જ છે, કારણ કે અમે અહીં તમારા માટે કેટલીક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ કે જેની મદદથી તમે આ એડ્સથી મુક્તિ મેળવી શકશો.
આજના ઈન્ટરનેટના યુગમાં તમામ કંપનીઓ માટે કમાણીનું એક મોટું સાધન બની ગયા છે. પછી એ કોઈ વેબસાઈટ પર દેખાતી એપ્સ હોય કે પછી બનાવટી એલર્ટ્સ. તમે ખૂબ જ સરળતાથી એનાથી છુટકારો મેળવી શકો છો. બસ તમારે આ માટે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.
આપણ વાંચો: Budget 2025 : શું બજેટમાં ટેકનોલોજી અને સ્માર્ટફોન મોંધા થશે ? જાણો વિગતે…
ફોનમાં દેખાતી આ એડ્સ તમે સેટિંગમાં ફેરફાર કરીને બંધ કરી શકો છો. જી હા, અમે અહીં વાત કરી રહ્યા છીએ પ્રાઈવેટ ડીએનએસ સેટિંગની. આ સેટિંગને ઓન કરતાં જ વેબસાઈટ્સ પર દેખાડાતી એડ્સ બંધ થઈ જશે અને તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના વેબસાઈટ્સને એક્સેસ કરી શકો છો. આવો જોઈએ કઈ છે આ સેટિંગ-
સૌથી પહેલાં સેટિંગમાં જઈને નેટવર્ક-ઈન્ટરનેટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. કેટલાક ફોન્સમાં આ ઓપ્શન કનેક્શન અને શેયરિંગના નામ પર મળી આવશે. આ ઓપ્શન પર ક્લિક કરતાં જ પ્રાઈવેટ ડીએનએસનું ઓપ્શન જોવા મળશે. જો તમે ઈચ્છો તો સેટિંગમાં સીધું જઈને પ્રાઈવેટ ડીએનએસ સર્ચ કરીને પણ આ ઓપ્શન સિલેક્ટ કરી શકો છો. સામાન્યપણે ફોનમાં આ સેટિંગ ઓફ હોય છે.
આપણ વાંચો: સ્માર્ટફોને 15 વર્ષની સગીરાનો જીવ લીધો! ફોનનો ઉપયોગ ઓછો કરવાનું કહેતા જીવન ટુંકાવ્યું
જો તમે સ્પેસિફાઈડ ડીએનએસના ઓપ્શન પર સિલેક્ટ કરી શકો છો. અહીં તમને કોઈ ડીએનએસ એડ્રેસનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈ પણ એક ફ્રી ડીએનએસ સર્વિસ પસંદ કરી શકો છો. આ માટે dns.adgurd.comનો ઉપયોગ કરી શકો છો. આ ડીએનએસ એડ્રેસ પછી તમારા ફોન પર દેખાતી ફાલતુની એડ્સ દેખાવવાનું બંધ થઈ જશે.
જોકે, એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ સેટિંગ્સ સાથે યુટ્યુબ એડ્સનો કોઈ સંબંધ નથી. આ સેટિંગ ઓન કર્યા પછી પણ તમને યુટ્યૂબ એડ્સ તો દેખાશે જ. આ એડ્સથી બચવા માટે તમારે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લેવું જ પડશે.