સ્પેશિયલ ફિચર્સ

ChatGPTથી હવે ફ્રીમાં બનાવી શકશો Ghibli ઇમેજ; OpenAI નાં CEO એ કરી જાહેરાત

જો તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહો છો, તો તમે Studio Ghibli-Style ના વાયરલ ફોટા જોયા જ હશે. હમણાં તેનો એક ટ્રેન્ડ ચાલ્યો છે અને લોકો તેમના ફોટા, મીમ્સ અને પોપ્યુલર કેરેક્ટરને પાત્રોને Ghibli સ્ટાઈલમાં રજૂ કરી રહ્યા છે અને તેમને દરેક સોશિયલ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. આ દરમિયાન ચેટજીપીટીનાં GPT 40 ઇમેજ મેકર ટૂલથી ફ્રીમાં ઇમેજ બનાવી શકશો.

બધા માટે ફ્રીમાં જનરેટ થશે ઇમેજ
ચેટજીપીટી (ChatGPT) મેકર ઓપનએઆઈએ (OpenAI) ગયા અઠવાડિયે જ GPT 40 ઇમેજ મેકર ટૂલ ઈન્ટ્રોડયુસ કર્યું હતું અને તે લોન્ચ થયાના બીજા દિવસે લોકોમાં ખૂબ વાયરલ થયું હતું. હવે OpenAI ના CEO સેમ ઓલ્ટમેને આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે અને કહ્યું છે કે તે દરેક માટે ફ્રી હશે.

આ પણ વાંચો:ગીબલી થીમ્ડ ઈમેજ જનરેટ કરવાનો ક્રેઝ આસમાને; ChatGPT ઠપ્પ થઇ ગયું…

સર્વર પર આવી ગયું હતું દબાણ
અત્યારે Ghibli ઇમેજ એટલું બધુ લોકપ્રિય બની ગયું છે કે ત્યાં આ ઇમેજ બનાવવા માટે પ્રોમ્પ્ટનું તોફાન આવી ગયું છે. જેના કારણે, ChatGPT ના સર્વર પર પણ દબાણ આવી ગયું હતું અને ત્યારબાદ CEO સેમ ઓલ્ટમેને રવિવારે ટ્વીટર X પર પોસ્ટ કરી અને કહ્યું કે યુઝર્સ આ ટૂલનો થોડો ઓછો ઉપયોગ કરે જેથી તેમની ટીમ પણ આરામ કરી શકે.

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર ગીબલી ઈમેજનો ટ્રેન્ડ શું છે? કેટલાક ચાહકોમાં આ કારણે રોષ

કઈ રીતે બનાવશો Ghibli સ્ટાઈલ ઇમેજ?
OpenAI એ તેના ChatGPT માં એક નવી ઇમેજ જનરેશન સુવિધા ઉમેરી છે, જેની મદદથી તમે ફક્ત ટેક્સ્ટ પ્રોમ્પ્ટ આપીને Ghibli-Inspired આર્ટ બનાવી શકો છો. અહીં અમે તમને તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જણાવશું.

  • સૌપ્રથમ ChatGPT ખોલો અને chat.openai.com પર લોગિન કરો.
  • ન્યુ ચેટ વિકલ્પ પસંદ કરો.
  • તમે અહીં જે પ્રકારની ઇમેજ બનાવવા માંગો છો તેના માટે પ્રોમ્પ્ટ લખો.
  • આ પછી, એન્ટર દબાવો અને થોડીક સેકન્ડોમાં AI તમારા માટે Ghibli સ્ટાઇલની ઇમેજ જનરેટ કરશે.
  • ઇમેજ પર રાઇટ ક્લિક કરો અને ‘Save image as…’ નો ઉપયોગ કરીને તેને સેવ કરો.
  • હવે આ ઇમેજ તમારા ફોનમાં ડાઉનલોડ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button