ધો. 10 પાસ યુવાને બનાવ્યું ભારતનું Canva: જાણો 4000ના પગારથી 1 કરોડના રોકાણ સુધીની તેની સફર | મુંબઈ સમાચાર
સ્પેશિયલ ફિચર્સ

ધો. 10 પાસ યુવાને બનાવ્યું ભારતનું Canva: જાણો 4000ના પગારથી 1 કરોડના રોકાણ સુધીની તેની સફર

મુંબઈ: “જો આપણે હિંમત રાખીએ તો આપણા બધા સપના સાકાર થઈ શકે છે.” વોલ્ટ ડિઝનીના શબ્દોને મહારાષ્ટ્રના એક યુવાને સાર્થક કર્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક દુષ્કાળગ્રસ્ત ગામમાંથી આવતા દાદાસાહેબ ભગતે માત્ર 10માં ધોરણ સુધીનો અભ્યાસ અને ITI કોર્સ કર્યા પછી પણ પોતાના દૃઢ નિશ્ચયથી અસાધારણ સફળતા મેળવી છે. તેના કામની મોટાપાયે નોંધ લેવાઈ છે. ગ્રાફિક ડિઝાઈનમાં કરેલી તેની શોધનો આજે વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે આવો આ યુવાનની સક્સેસ સ્ટોરી પર એક નજર કરીએ.

સર્જનાત્મકતા ડિગ્રી કરતાં વધુ મહત્ત્વની છે

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દાદાસાહેબ કામની શોધમાં પુણે ગયો હતો. જ્યાં તેણે રૂ. 4,000ના નજીવા પગારની નોકરીથી શરૂઆત કરી હતી.ત્યારબાદ ઇન્ફોસિસમાં તે ઓફિસ બોય તરીકે જોડાયો હતો. જ્યાં તેનો પગાર રૂ. 9,000 હતો. ઇન્ફોસિસમાં તે સફાઈ અને અન્ય નાના-નાના કામ કરતો હતો. ત્યાં દાદાસાહેબે જોયું કે કર્મચારીઓ શારીરિક શ્રમને બદલે પોતાના મગજનો ઉપયોગ કરીને સારો એવો પગાર મેળવી રહ્યા છે. આ જોઈને તેમને સમજાયું કે સારો જીવન જીવવા માટે મગજનો ઉપયોગ કરવો જરૂરી છે.

દાદાસાહેબ ઇન્ફોસિસના કર્મચારીઓને તેમના જેવી નોકરી મેળવવાની રીત પૂછી. કર્મચારીઓને તેમની 10માં ધોરણની લાયકાત પર શંકા હતી. જોકે, તેણે ગ્રાફિક ડિઝાઇન અને એનિમેશન જેવા ક્ષેત્રોમાં ધ્યાન આપવાની સલાહ મળી, જ્યાં સર્જનાત્મકતા ડિગ્રી કરતાં વધુ મહત્ત્વની છે. આ સલાહથી પ્રેરિત થઈને, દાદાસાહેબે દિવસ દરમિયાન ડિઝાઇનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને રાત્રે ઓફિસ બોયની નોકરી ચાલુ રાખી.

નોકરી કરવાને બદલે શરૂ કરી પોતાની કંપની

દાદાસાહેબ ભગતે એક જ વર્ષમાં એક વ્યાવસાયિક ડિઝાઇનર બની ગયો. પરંતુ તેણે કોર્પોરેટ નોકરી કરવાને બદલે પોતાની ડિઝાઇન કંપની શરૂ કરવાનું નક્કી કર્યું. જોકે, કોવિડ લોકડાઉનને કારણે તેને પુણેની ઓફિસ બંધ કરીને પોતાના ગામ પાછા ફરવું પડ્યું. અહીં, તેમણે ઓછા ખર્ચે પોતાના ઉત્પાદન વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેની કંપની ડિઝાઇન ટેમ્પ્લેટ્સ (Design Templates), આકાર લેવા માંડી. તેણે અનેક બાળકોને ટ્રેનિંગ આપવાની શરૂ કર્યું. દાદાસાહેબની સક્સેસ સ્ટોરીને અખબારોમાં સ્થાન મળ્યું અને તેમને ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલ હેઠળ પીએમ મોદી તરફથી પ્રશંસા પણ મળી.

આજે, દાદાસાહેબ ભગતની ‘ડિઝાઇન ટેમ્પ્લેટ્સ’ કંપની કેનવા (Canva) જેવા વૈશ્વિક પ્લેટફોર્મ સાથે સ્પર્ધા કરી રહી છે. તેમની પ્રેરણાદાયી સફર શાર્ક ટેન્ક ઇન્ડિયા સુધી પણ પહોંચી, જ્યાં તેમણે બોટ (boAt) ના સ્થાપક અમન ગુપ્તા સાથે રૂ. 1 કરોડના રોકાણના બદલામાં 10 ટકા ઇક્વિટી વેચવાનો સોદો સફળતાપૂર્વક કર્યો. દાદાસાહેબ ભગતની આ કહાણી લાખો લોકો માટે દૃઢ નિશ્ચય અને હિંમતની પ્રેરણા છે.

આપણ વાંચો:  “ભગવાન દરેક વ્યક્તિમાં છે” ટેમ્પલટન અને મેગ્સેસે પુરસ્કાર વિજેતા પાંડુરંગ શાસ્ત્રીની ૧૦૫મી જન્મજયંતી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button