આને કહેવાય ઘોર કળિયુગઃ બીમાર માતાને હોસ્પિટલને બદલે રજિસ્ટ્રી ઓફિસ લઈ ગયો દીકરો અને…
એવું કહેવાય છે કે છોરુ કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય. સંતાનો પર જો ઉની આંચ પણ આવે ને તો મા-બાપ તેને બચાવવા કોઈ પણ હદે જઈ શકે છે. પરંતુ આજે આપણે અહીં મેરઠના એક કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આવો જોઈ શું છે આ કિસ્સો…
ભારતના મેરઠમા પ્રોપર્ટીના વિવાદને લઈને બે સગા ભાઈઓમાં રજિસ્ટ્રી ઓફિસમાં મારપીટ થઈ ગઈ. આ દરમિયાન એક એવો કિસ્સો સામે આવ્યો કે જેણે લોકોને એ વિચારવા પર મજબૂર કરી દીધો કે શું દુનિયામાં માણસાઈ અને સંબંધો એટલા સસ્તા થઈ ગયા છે? વાત જાણે એમ છે કે અહીં એક યુવક પોતાની બીમાર માતાને હોસ્પિટલ લઈ જવાને બદલે પહેલાં રજિસ્ટ્રી ઓફિસ લઈને પહોંચ્યો હતો, કારણ કે તેને કરોડોની પ્રોપર્ટી પોતાના નામે કરાવવાની હતી.
આપણ વાંચો: બૅન્ક લોનની ચુકવણી બાદ ૩૦ દિવસમાં પ્રોપર્ટીના દસ્તાવેજ પાછા આપવા પડશે
રજિસ્ટ્રી ઓફિસમાં એક યુવક પોતાની બીમાર માતાને એમ્બ્યુલન્સમાં જઈ પહોંચ્યો હતો. બીજો ભાઈ પણ એની પાછળ પાછળ પહોંચી ગયો હતો અને ધમાલ કરી હતી. બંને ભાઈઓની ધમલાકને કારણે રજિસ્ટ્રી ઓફિસમાં કામકાજ રોકાઈ ગયું. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વૃદ્ધ મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાવી અને આખા મામલામાં દરમિયાનગિરી હતી.
વૃદ્ધ મહિલાની ઓળખ ચંદ્રપ્રભા (74) તરીકે કરવામાં આવી હતી અને તેમના દીકરાના નામ સંજીવ અને રાજીવ છે.
દ્રપ્રભાએ 280 ગજનો પ્લોટ રાજીવના દીકરા એટલે કે પોતાના પૌત્રના નામે કર્યો હતો. હવે સંજીવ આ પ્લોટ પોતાના નામે કરવા માંગતો હતો એટલે તે પોતાની બીમાર માતાને લઈને હોસ્પિટલને બદલે રજિસ્ટ્રી ઓફિસ લઈ ગયો હતો.
આ વાતની જાણ રાજીવને થઈ અને એટલે તે પોતાની પત્ની સાથે ત્યાં પહોંચી ગયો અને ત્યાં ડખ્ખો થયો. પોલીસે આ ઘટનાની જાણ થતાં દખલગિરી કરીને ચંદ્રપ્રભાને હોસ્પિટલમાં દાખલ કરાવીને મામલો થાળે પાડ્યો હતો.