સાસરુ હોય તો આવુંઃ જમાઈને પિરસવામાં આવેલા 56 ભોગનો વીડિયો થયો વાયરલ

ભારતીય સમાજ વ્યવસ્થામાં અમુક સંબંધો ખૂબ ખાસ માનવામાં આવે છે અને તે વ્યક્તિને ખાસ માનપાન આપવાના રિવાજ છે. આવો એક સંબંધ છે જમાઈ અને સાસરાપક્ષનો. દીકરીનો વર એટલે કે પરિવારનો જમાઈ જો સચવાઈ જાય તો બીજા બધા સંબંધો તો સંભાળી લઈ શકાશે તેમ પરિવાર માનતો હોય છે.
ઘણા જમાઈઓ પ્રેમથી આવકારવા લાયક હોય છે તો ક્યારેક જમ જેવા જમાઈઓ પણ મળી જાય છે. આજે એક પરિવારની વાત કરવાની છે, જેમણે જમાઈની આગતા સ્વાગતાના રેકોર્ડ તોડી નાખ્યા છે. પરિવારે જમાઈ માટે જે વાનગીઓનો રસથાળ પિરસ્યો છે, તે જોઈને પણ તમે થાકી જશો.
વાયરલ વીડિયો અનુસાર, કપલે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પ્રથમ સંક્રાંતિ નિમિત્તે પુત્રી અને તેના પતિને ઘરે બોલાવ્યા હતા. આ પ્રસંગે બંનેના સ્વાગત માટે એક, બે કે ત્રણ નહીં પરંતુ 379 વાનગીઓ પીરસવામાં આવી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ટેબલ પર ઘણી પ્લેટો રાખવામાં આવી છે અને દરેક પ્લેટમાં એક વાનગી છે.
આ પણ વાંચો: સાસુએ યુઝ કરી જમાઈની ટૂથપેસ્ટ અને પછી જે થયું એ…
આખું ટેબલ વાનગીઓથી ભરેલું છે. જેમાં સ્ટાર્ટરથી લઈને મેઈન કોર્સ અને ડેઝર્ટ સુધીની તમામ વાનગીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ટેબલ પર કોલ્ડ ડ્રિંક્સ, ચા, કોફી અને ઘણા જ્યુસ પણ રાખવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો આંધ્રપ્રદેશના કાકીનાડાના એક ગામનો છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર કુસ_ધાર નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઘણો જૂનો છે પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને ફની રિએક્શન આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું – જેમ આ ટેબલ ભોજનથી ભરેલું છે તેમ તમારું જીવન પણ ખુશીઓથી ભરાઈ જાય. અન્ય એક યુઝરે લખ્યું છે કે આ ખોરાકનો બગાડ છે.