સર્વાઈકલના દુખાવાથી પરેશાન છો? આ સરળ ટીપ્સ તમને આપશે રાહત

ફિઝિયોથેરપીના મહત્વને ઉજાગર કરવા માટે દર વર્ષે 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોથેરપી દિવસ ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે અત્યારે સમયમાં નોકરીયાલોકો બેઠાળુ જીવન જીવતા હોય છે. જેના કારણે તમને સર્વાઈકલ દુખાવો જેમ કે પીઠના ભાગનો દુખાવો કમરનો દુખાવાની સમસ્યા થવાની શક્યતા રહે છે. અથવા તો કેટલાક લોકો સમસ્યાનો સામનો કરતા હોય છે. આવી પરિસ્થિતિમાં તમને ક્યારેક ફિઝિયોથેરપિસ્ટની સલાહની જરૂર પડી જ હશે. ખાસ કરીને સર્વાઈકલના દુખાવાથી બચવા અથવા તેમાંથી રાહત મેળવવા ઈચ્છતા લોકોએ કેટલીક સરળ ટિપ્સ આજથી જ અપનાવવાનું શરૂ કરવું જોઈએ. આ ટિપ્સ રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાય છે અને તે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ રીતે સર્વાઈકલ દુખાવાથી મળશે રાહત
લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું સર્વાઈકલના દુખાવાનું મુખ્ય કારણ બની શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે દર 30-45 મિનિટે થોડીવાર માટે ઊભા થઈને ચાલવું જોઈએ. આ નાના બ્રેક્સ તમારા પોશ્ચરને સુધારે છે અને ગરદન તથા પીઠના દુખાવામાં રાહત આપે છે. જો તમે બેસીને કામ કરો છો, તો આ આદતને બદલવાનો પ્રયાસ કરવો જરૂરી છે, જેથી સર્વાઈકલની સમસ્યા ઘટે.
શરીરમાં સ્ટ્રેચિંગનું મહત્વ
લગાતાર 9 કલાક બેસી રહેવાથી ફક્ત સર્વાઈકલ જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગોમાં પણ દુખાવો થઈ શકે છે. આથી દર થોડા સમયે શરીરને સ્ટ્રેચ કરવુ અગત્યનું છે. જો ઊભા થવાનો સમય ન હોય, તો બેસીને જ ગરદન, ખભા અને પીઠની હળવી સ્ટ્રેચિંગ કરી શકાય છે. આ પ્રકારની સ્ટ્રેચિંગ સર્વાઈકલના દુખાવામાં નોંધપાત્ર રાહત આપે છે અને શરીરને લચીલું રાખે છે.
સર્વાઈકલના દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ થેલી શેક કરવો પણ ફાયદાકારક છે. નિયમિત રીતે ફિઝિયોથેરપિસ્ટની સલાહ લઈને એક્સરસાઈઝ કરવાથી દુખાવો ઘટે છે. આ ઉપરાંત, કેટલાક યોગાસનો પણ ઉપયોગ કરી શકાય છે, જે સર્વાઈકલની સમસ્યાને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. નિષ્ણાતની સલાહથી યોગ્ય એક્સરસાઈઝ અને યોગ રોજિંદા જીવનમાં સામેલ કરવાથી લાંબા ગાળાના ફાયદા મળે છે.