સ્પેશિયલ ફિચર્સ

શું તમે જાણો છો? દેશના આ રૂટ પર ચાલે છે ‘કેન્સર એક્સપ્રેસ’

સમગ્ર વિશ્વમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પંજાબનો માલવા વિસ્તાર તો જાણે કેન્સરનું હબ જબની ગયો છે. અહીંના દૂષિત પાણીના કારણે હજારો લોકો કેન્સરનો ભોગ બની રહ્યા છે. જોકે, અહીંની આરોગ્ય સેવા પૂરતી ના હોવાની સ્થિતિમાં અહીંના લોકોને સારવાર માટે રાજસ્થાન, ચંદીગઢ અને દિલ્હી જવાની ફરજ પડી રહી છે.

અહીંના મોટાભાગના લોકો સારવાર માટે રાજસ્થાનના બિકાનેર જાય છે. જે ટ્રેનમાં આ લોકો મુસાફરી કરે છે. તેનું અસલી નામ જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ છે. પરંતુ આ ટ્રેન ‘કેન્સર એક્સપ્રેસ’ તરીકે પ્રખ્યાત છે. લોકો આ ટ્રેનને તેના અસલી નામથી બહુ ઓછા જાણે છે. આ ટ્રેન જમ્મુ તાવી અને અમદાવાદ વચ્ચે ચાલે છે.

પંજાબના માલવામાં સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ઘણી મોટી આરોગ્ય સંસ્થાઓ ખોલવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ સ્થિતિ એવી છે કે જાહેરાતો છતાં અનેક પ્રોજેક્ટ સરકારી ફાઈલોમાં ધૂળ ખાઈ રહ્યા છે. સારી હોસ્પિટલોના અભાવને કારણે, અહીંના લોકો સામાન્ય રીતે સારવાર માટે રાજસ્થાનના બિકાનેર તરફ વળે છે. ત્યાર બાદ આ રૂટ પર દોડતી ટ્રેનો હંમેશા દર્દીઓથી જ ભરેલી રહે છે.

આ પણ વાંચો: યુટ્યુબના પૂર્વ સીઇઓ Susan Wojcicki નું કેન્સરથી નિધન, સુંદર પિચાઈએ કહ્યું- મારા પ્રિય મિત્રને ગુમાવવાથી દુ:ખી

જમ્મુ તાવી-અમદાવાદ એક્સપ્રેસ દરરોજ જમ્મુથી ઉપડે છે અને રાત્રે 9 વાગ્યે પંજાબના ભટિંડા પહોંચે છે. આ વિસ્તાર પંજાબના માલવા ક્ષેત્રમાં આવે છે. આ ટ્રેન ભટિંડામાં માત્ર 5 મિનિટ માટે ઉભી રહે છે. અને તેમાં પેસેન્જરો ચઢે છે, જેમાંના મોટાભાગના તો દર્દીઓ જ હોય છે અને એમાં પણ કેન્સરના દર્દીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.

આ ટ્રેન કેન્સરના દર્દીઓથી જખીચોખીચ ભરેલી હોય છે, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. આ ટ્રેનમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધુ હોવાને કારણે લોકો ટ્રેનનું સાચું નામ ભૂલી ગયા છે અને તેને કેન્સર એક્સપ્રેસ તરીકે જ ઓળખવા લાગ્યા છે. આ ટ્રેનમાં સેંકડો કેન્સરના દર્દીઓ પોતાની વેદના લઈને મુસાફરી કરે છે અને બિકાનેરમાં આચાર્ય તુલસી કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પહોંચે છે. આ ટ્રેનના 70 ટકા મુસાફરો કેન્સર પીડિત હોય છે. જો સીટ ઉપલબ્ધ ન હોય તો લોકો ફ્લોર પર જ બેસીને મુસાફરી કરે છે.

આ પણ વાંચો: ટાટા કેન્સર હોસ્પિટલના તબીબોની નિવૃત્તિ વય વધારવા PMને કરી માંગ!

મીડિયા અહેવાલો અનુસાર, પંજાબથી આવતા દર્દીઓને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે પ્રશાસન રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર મોટી સહાય પૂરી પાડી રહ્યું છે. જોધપુર-ભટિંડા ટ્રેનમાં મુસાફરી કરતા કેન્સરના દર્દીઓને મફતમાં એટેન્ડન્ટ આપવામાં આવે છે. તેમની પાસેથી 25 ટકા ભાડું જ લેવામાં આવે છે. એટલું જ નહીં દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે આચાર્ય તુલસી કેન્સર હોસ્પિટલમાંથી જ દર્દીઓને પાસ બનાવીને આપવામાં આવે છે.

પંજાબમાં 30,000થી વધુ કેન્સરના દર્દીઓ છે. જેમાં માલવાના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે. ભટિંડાથી બિકાનેર જતી ટ્રેનને કેન્સર એક્સપ્રેસ કહેવામાં આવે છે. દરરોજ સેંકડો લોકો કેન્સરની સારવાર માટે દિલ્હી, રાજસ્થાન અને ચંદીગઢ જાય છે. હવે રાજસ્થાન સરકારે પંજાબથી બિકાનેર આવતા કેન્સરના દર્દીઓ માટે કેટલાક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.

કેન્સરના દર્દી જેની પાસે રાજસ્થાનનું આધાર કાર્ડ નથી. તેમને સંપૂર્ણ સુવિધા આપવામાં આવતી નથી. જે લોકો પહેલાથી જ અહીં સારવાર લઈ રહ્યા છે. તે લોકોને જ સુવિધા મળી રહી છે. માલવામાં આરોગ્ય સેવાઓની અછત અને દર્દીઓની મોટી સંખ્યાને જોઇને અહીં AIIMSની જરૂર વર્તાઇ રહી છે, જેથી લોકોને આરોગ્ય સેવા માટે લાંબી મુસાફરી ના કરવી પડે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button